Morbi,તા.22
ત્રણેય ધારાસભ્યોની હાજરીમાં કલેકટરને રજૂઆત
કલેકટરે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી
મોરબીના વજેપરમાં કરોડોની કીમતી જમીન વેચી નાખવા મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે અરજદાર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જેમાં ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોવાનું તેમજ કેટલાય આરોપીના નામો ફરિયાદમાં સામેલ ના કર્યાની રજૂઆત કરી હતી જે મામલે જીલ્લા કલેકટરે તટસ્થ તપાસની ખાતરી આપી હતી
મોરબીના વજેપર સર્વે નંબર ૬૦૨ની કરોડોની કીમતી જમીન જે ખેડૂત બેચરભાઈ ડુંગરભાઇ નકુમની હોય જે જમીન હડપ કરી વેચાણ કરી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ સપ્તાહ પૂર્વે નોંધાઈ છે આરોપીઓએ ખોટા મરણના દાખલા, ખોટા ડોક્યુમેન્ટને સહારે દસ્તાવેજ કરી કરોડોનું કોભાંડ આચર્યું હોય જે મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં મોરબીના રહેવાસી આરોપી શાંતાબેન મનજીભાઈ પરનાર અને માળિયાના તરઘડીના રહેવાસી આરોપી સાગર અંબારામભાઈ ફૂલતરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદ મામલે ખેડૂત પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો હતો આજે જીલ્લા કલેકટર તેમજ જીલ્લાના ત્રણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખેડૂત પરિવારે ૧૭ આરોપીઓ સાથે અરજી કરી હતી જેમાં માત્ર બે જ આરોપી વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે
અરજદારે જણાવ્યું હતું કે સર્વે નંબર ૬૦૨ની જામીન મામલે ફરિયાદ કર્યાને સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી ફરિયાદ કરવા સમયે ૪ થી ૬ કલાક બેસાડી રાખ્યા હતા અને બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે કરોડોની કિમતની જમીનનો દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે જેથી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જે મામલે જીલ્લા કલેકટરે ખોટું કરનાર ગામના અગ્રણી હોય કે સરકારી અધિકારી/કર્મચારી હોય કોઈને છોડવામાં નહિ આવે અને યોગ્ય તપાસ કરી પગલા ભરવાની ખાતરી આપી હતી