Nagpur,તા.24
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદે સર્જાયેલા વિવાદમાં થયેલી હિંસામાં રાજય સરકારે આકરા હાથે તપાસ શરૂ કરી છે અને મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યુ કે, દંગા-તોફાનમાં સામેલ અને હિંસા આચરનાર આખરી વ્યક્તિની પણ ઓળખ મેળવીને ન્યાયતંત્ર સમક્ષ ઉભા કરાશે.
શ્રી ફડણવીસ આજે એક વાતચીતમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં 92 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 12 જેટલા સગીરની પણ ઓળખ નિશ્ર્ચિત થઈ છે અને હજુ વધુ ઓળખાયા છે તેની તપાસ ચાલુ છે.
શ્રી ફડનવીસે કહ્યું કે, જરૂર પડે તો બુલડોઝર પણ ચાલશે અને તોફાનીઓએ જે રીતે સરકારી-ખાનગી મિલ્કતોને નુકશાન કર્યુ છે તેની પાસેથી પણ વસુલાત કરાશે અને જરૂર પડે તેની મિલ્કતો પણ જપ્ત થશે. શ્રી ફડનવીસે કહ્યું કે બીજી વખત તમો આ પ્રકારે તોફાનમાં સામેલ થાય નહી તે બોધપાઠ શિખડાવાશે.