Morbi,તા.24
મૃતકના પિતાએ કારખાનાના જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી
ગાળા ગામ નજીક કારખાનામાં કોઇપણ પ્રકારની સેફટી અને સલામતી સાધનો વગર કારખાનાની સેફટી ટેન્કરમાંથી ગંદુ પાણી ભરાવી સેફટી ટેંકમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા દરમિયાન સેફટી ટેંકમાં પડી જતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે મૃતકના પિતાએ કારખાનાના જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ રાજકોટ ૧૫૦ રીંગ રોડ પર રહેતા જયંતીભાઈ દુદાભાઈ લઢેર (ઉ.વ.૫૫) વાળાએ ગાળા ગામની સીમમાં આવેલ ગ્રેસર્ટ સિરામિક કારખાનાના જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો અજય લઢેર (ઉ.વ.૨૫) વાળો ગાળા ગામ નજીક ગ્રેસર્ટ કારખાનામાં સાફ સફાઈ કામ કરતો હતો ગત તા. ૧૫ માર્ચના રોજ રાત્રીના મોબાઈલમાં સાળાના દીકરા વિજય દિનેશ રાઠોડ રહે રાતાભેર વાળાનો ફોન આવ્યો હતો કે તમારો દીકરો અજય કારખાનામાં કામ કરતો હતો અને કુંડીમાં (સેફટી ટેન્ક) માં પડી જતા મોત થયું હોવાનું જણાવ્યું હતું જેથી સરકારી હોસ્પિટલ ગયા ગયા જ્યાં દીકરા અજયનો મૃતદેહ પીએમ અર્થે લાવ્યા હતા
આમ ફરિયાદીના દીકરા અજય લઢેરને ગ્રેસર્ટ સિરામિક કારખાનાના જવાબદાર માણસે કોઈપણ પ્રકારની સેર્ફ્તી અને સલમાતી સાધનો આપ્યા વગર બેદરકારી દાખવી કારખાનાની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી એડીકોન સિરામિક કારખાનાની સેફટી ટેન્કમાં દીકરા અજયને ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે