Morbi,તા.24
જશાપર ગામની સીમમાં ડીઝલ ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી પોલીસે ચાર ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી ડીઝલ ટેન્કર, અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૪૪.૭૬ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જશાપર ગામના ખરાવાડમાં રેડ કરી હતી જ્યાં ટેન્કર જીજે ૧૨ બીવી ૭૬૬૨ માંથી ગેરકાયદે હાઈ ફ્લેશ હાઈ ડીઝલ જે પ્રવાહી પેટ્રોલીયમ સળગી ઉઠે તેવું હોવાનું જાણવા છતાં કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વગર માણસોની જિંદગી જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરી ડીઝલ ચોરી કરવાની કોશિશ કરતા આરોપી ટ્રક ડ્રાઈવર પ્રવેશસિંગ કાલિદાસસિંગ રાજપૂત રહે હાલ જામનગર જીલ્લો મૂળ ઉત્તરપ્રદેશ, ટ્રક ક્લીનર અમિતસિંગ ગોવિંદસિંગ રાજપૂત હાલ જામનગર જીલ્લો મૂળ ઉત્તરપ્રદેશ, માલ કાઢનાર ધીરૂ લક્ષ્મણ કાનગડ રહે જશાપર તા. માળિયા અને મદદ કરનાર વશરામ રવજી ખડોલા રહે મોટી બરાર તા. માળિયા એમ ચાર આરોપીને ઝડપી લીધા હતા
સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે ૧૨ બીવી ૭૬૬૨ કીમત રૂ ૩૦ લાખ, ટેન્કરમાં ભરેલ ફીઝ્લ ૨૯ હજાર લીટર કીમત રૂ ૧૪,૭૪,૪૨૩, ચોરી કરવાના સાધનો સહીત કુલ રૂ ૪૪,૭૬,૬૨૩ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે