બુકાનીધારી તસ્કર બેલડીને ઝડપી લેવા ભક્તિનગર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન
Rajkot,તા.25
શહેરના દેવપરા નજીક આવેલ જવેલર્સ પેઢીમાંથી બુકાનીધારી તસ્કર બેલડીએ રૂ. 49 હજારના ઘરેણાં ઉઠાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયપ છે.
કોઠારીયા રોડ પર દેવપરા શાક માર્કેટ નજીક અંબિકા જવેલર્સ નામે દુકાન ધરાવી સોના-ચાંદીનં ઘરેણાંનો વેપાર કરતા અને બાપા સીતારામ ચોક નજીક વિવેકાનંદનગર શેરી નં.-14માં રહેતા સંજયભાઈ ભીખાલાલ પરમારે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું
વેપારી દુકાને પહોંચતા લોખંડની જાળી અને અંદરનં દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને જાળીવાળો દરવાજો ખુલ્લી હાલતમાં જયારે શટર વળેલી હાલતમાં અડધું ખુલ્લું હાલતમાં મળી આવ્યું હતું. ઉપરાંત કાચના દરવાજાનો લોક પણ તૂટેલ હતો. દુકાનમાં ડિસ્પ્લે કાઉન્ટરના બધા તાળા પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. દુકાનમાં તપાસ કરતા ચાંદીના અલગ અલગ પ્રકારના મિક્સ દાગીના જેનો કુલ વજન આશરે ૨૬૨ ગ્રામ જેની કુલ કિંમત આશરે રૂ.૨૧૦૦૦, ઉપરાંત સોનાની ટુકડીવાળી પવિત્રી જેની આશરે કીમત રૂ.૧૫૦૦, વ્હાઇટ મેટલના મિક્સ દાગીના, છત્તર સહિતના દાગીના જેની આશરે કિંમત રૂ.૧૮૦૦૦ તથા ૧૭૦ ગ્રામ ચાંદીનો જુનો ભંગાર જેની કિંમત આશરે રૂ. ૮૫૦૦ એમ કુલ મળી રૂ. ૪૯૦૦૦ ના દાગીના મળી આવ્યા ન હતા. મામલામાં વેપારીએ દુકાનના સીસીટીવી ચકાસતા બે બુકાનીધારી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતાં ધ્યાને પડતા વેપારીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.