West Bengal,તા.25
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજકીય મોરચે અત્યંત આક્રમકની છાપ ધરાવે જ છે. સાથોસાથ સાદગીની પણ મિશાલ ગણાય છે. તેઓ હાલ લંડનનાં પ્રવાસે છે તે દરમ્યાન વિખ્યાત હાઈડ્રા પાર્કમાં મોર્નીંગવોક કરતા નજરે ચડયા હતા.
‘જેવો દેશ, એવા વેશ’ની કહેવતથી વિપરીત તેઓ પરંપરાગત સાડી અને ચપ્પલ પહેરીને જ જોગીંગ કરતા નજરે ચડયા હતા. મમતા બેનર્જીએ પોતે સોશ્યલ મિડિયા ‘એકસ’ પર વિડીયો શેર કર્યો હતો.