આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૨૦મી માર્ચ ૨૦૨૫ના રોજ રેલવે વર્કશોપમાં કામ કરતા રેલવે કર્મચારી ઘનશ્યામભાઈ ચૌહાણે ભાવનગર પરા સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા કર્મચારીઓ ટોળે વળ્યા હતા. આપઘાત કરનાર કર્મચારીએ પોતાના કંટ્રોલિંગ ઓફિસર દીનાનાથ વર્માના કામ અંગેના ભારણથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની કચેરી ખાતે આફિસર સૌરભકુમાર રાજસિંઘને રેલ્વેના યુનીયનના કર્મચારીઓ ઉગ્ર રજૂઆતો કરી હતી અને ત્યારબાદ રેલવે કર્મચારી યુનિયન દ્વારા ધરણાં અને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. કર્મચારીના આપઘાતના પગલે રોષે ભરાયેલા રેલવે યુનીયનના કર્મચારીઓએ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની ઓફિસમાં લગાવેલા બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ કરી રૂ.૫ લાખનું નુકસાન કર્યું હતું. આ બનાવ સંદર્ભે ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા ઓફિસ તેમજ ઓફિસની બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરાવતા રેલવે કર્મચારીઓ ઓમ પ્રકાશ જાટ, મયુરસિંહ ગોહિલ, રાકેશ પટણી, અનુજકુમાર દ્વારા તેમના યુનિયન લીડર રામરાજ મીનાના કહેવાથી તોડફોડ કરી હોવાનું ખુલ્યું હતું. આથી, રેલવેના ડેપ્યુટી ચિફ મિકેનિકલ એન્જિનિયર સૌરભકુમાર રાજસિંઘ છોટારામ સિંઘએ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં તેમની ઓફિસમાં લગાવેલ બાયોમેટ્રિક સાધનોની તોડફોડ કરી રૂપિયા પાંચ લાખનું નુકસાન કર્યાં અંગેની ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- 07 ઓગસ્ટ નું રાશિફળ
- 07 ઓગસ્ટ નું પંચાંગ
- Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા
- Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન
- Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ
- Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા