Bhavnagar,તા.25
બોટાદના સાલૈયા ગામે રહેતા યુવાન બાઈક લઈને સાલૈયાથી બોટાદ જતા હતા તેવામાં નાગલપર ગામથી આગળ અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના સાલૈયા ગામે રહેતા અને કડિયાકામ અને ખેતીની કામગીરી કરતા ભરતભાઈ પ્રેમજીભાઈ કિહાલા ( ઉ.વ ૩૮ ) સાલૈયાથી તેમનું મોટરસાયકલ નં. જીજે-૦૧-સીએમ-૨૫૯૨ લઇ બોટાદ જતા હતા ત્યારે રસ્તામાં નાગલપર ગામથી આગળ બોટાદ તરફ રોડ ઉપર જુની હનુમાનજીની મઢી પાસે સામેથી એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુર ઝડપે બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાય તેમ ચલાવી ભરતભાઈની બાઈક સાથે અથડાવી દેતા ભરતભાઈને ગંભીર ઇજા થઈ હતી.ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના નાનાભાઈ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ કિહાલા એ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.