શનિ ગ્રહ મીન રાશીમાં ૩ જુન ૨૦૨૭ સુધી રહેશે
ઉપગ્રહોમાં શનીની ગતી સૌથી મંદ હોય છે આથી જ શની આશરે અઢી વર્ષ સુધી એક રાશીમાં રહે છે.
શનિ ગ્રહના મીન રાશીમાં પ્રવેશથી મકર રાશીના જાતકોને સાડાસાતી પૂર્ણ થશે અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે. શનિ ગ્રહના મીન રાશીના પ્રવેશ સમયે ગોચરમાં ચંદ્ર મીન રાશીમાં છે.
બારરાશીના જાતકોને મીન રાશીનો શનિ શું ફળ આપશે તે જાણીએ.
મેષ રાશી (અ.લ.ઈ.) મેષ રાશીના જાતકોને સાડાસાતીનો પહેલો તબ્બકો શરૂ થશે. માથેથી શનિ પસાર થશે. લોઢાના પાયે છે આથી મહેનત વધારે કરાવે ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી ખોટી દોડધામથી બચવુ જરૂરી બનશે કોઈના ઝઘડામાં પડવુ નહિ મોટી લોન લેવી નહી અને જો લેવી પડે તો આયોજન પુર્વક લેવી માથાનો દુખાવો માથાની બીમારીની ફરીયાદ રહી શકે છે.
દરરોજ પાંચ વાર અને ૭ વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિવારે હનુમાનજીના મંદિરે શનિદેવના મંદિરે દર્શન કરવા જવુ ૩૨ શનિવારના એકટાણા રહેવા.
વૃષભ રાશી (બ.વ.ઉ.) વૃષભ રાશીના જાતકોને મીન રાશીનો શની લાભ સ્થાન માંથી પસાર થશે. એકન્દરે પ્રગતી કારક ગણાય જન્મના ચંદ્ર ઉપર શનિની દ્રષ્ટિ પડતા મન મોટુ રાખવુ કાવાદાવામાં પડવુ નહિ કાવાદાવા કરવા નહિં ગેસની બીમારી રહે વિદ્યાર્થીગણ માટે સારો સમય ગણાય શનિ સપોર્ટ કરશે વારસાકિય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
મિથુન રાશી (ક.છ.ધ.) મિથુન રાશીના જાતકોને શની ગ્રહ કર્મ ભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં પ્રગતિ થાય નોકરીમાં પ્રમોસનના યોગ બને વ્યસનોથી દૂર રહેવુ જરૂરી બનશે. દાંમ્પત્ય જીવનમાં મીઠાશ રાખવી જરૂરી વિવાહ ઈચ્છુક યુવક-યુવતીને વિવાહમાં વિલંબ થઈ શકે છે.
કર્ક રાશી (ડ.હ.) કર્ક રાશીને ૨૯ માર્ચથી શનિની નાની પનોતી માંથી રાહત મળશે. કર્ક રાશીના જાતકોને મીન રાશીનો શની ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. જો જન્મનો શનિ તથા ગ્રહો સારા હશે તો ભાગ્યબળમાં વધારો થાય જીવનમાં લાભ મળવાની શકયતા ખરી મહેનતનુ ફળ સારૂ મળે નાનાભાઈ બહેનનો સાથ સહકાર રહી શકે છે. ધાર્મીક મુસાફરી સારી થાય પુજા-પાઠ જપ-તપમાં ઘ્યાન આપવુ લાભ મળશે.
સિંહ રાશી (મ.ટ.) સિંહ રાશીના જાતકોને શનિની નાની પનોતી લોઢાના પાયે પસાર થશે. વારસાકીય પ્રશ્નોમાં વિલંબ થાય નોકરીમાં ઉપરી અધિકારી સાથે તાલમેલ રાખવો જરૂરી બનશે. વ્યાપારમાં પુરતુ ઘ્યાન આપવુ જરૂરી બનશે. દરરોજ સૂર્યને અર્ધ આપવુ દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા દરેક શનિવારે શનીદેવના મંદિરે જવુ ૩૨ શનિવારના એકટાણા રહેવા.
કન્યા રાશી (પ.ઠ.ણ.) કન્યા રાશીના જાતકોને શની ગ્રહ સાતમાં સ્થાનેથી પસાર થશે. લગ્ન ઈચ્છુક યુવક યુવતી ઓને વિવાહમાં વિલંબ થઈ શકે છે. વિચારો ઉપર કાબુ રાખવો જતુ કરવાની ભાવના રાખવી ઘરમાં શાંતિ ભર્યુ વાતાવરણ ધાર્મીક વાતાવરણ રાખવુ. ભાગીદારી વ્યાપારમાં સાવચેતી રાખવી.
તુલા રાશી (ર.ત.) તુલા રાશીના જાતકોને શની ગ્રહ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. શત્રુ દૂર થાય મોસાળ સાથે તાલમેલ રહે વારસાકિય પ્રશ્નોનો ઉકેલ આવે બચતોનુ જોર રાખવુ નાનાભાઈ-બહેનો સાથે તાલમેલ રાખવો મહેનત પુરતી કરવી.
ઘરમાં પરીવારમાં શાંતી ભર્યુ વાતાવરણ રાખવુ વ્યાપાર નોકરીમાં પુરતુ ઘ્યાન રાખવુ છુપા શત્રુ કોર્ટ કજીયાથી દૂર રહેવુ ધાર્મીક જીવન પસાર કરવુ ભકિત-કીર્તન કરવા લાભ થશે.
મકર રાશી (ખ.જ.) મકર રાશીના જાતકોને શનીની મોટી પનોતી પુર્ણ થશે. જીવનમાં રાહત મળશે. મહેનતનુ ફળ પુરતુ મળશે. જો જન્મના ગ્રહ સારા હોય તો ભાગ્યોદય થશે ખોટા ખર્ચા કરવા નહી.
વૃશ્વિક રાશી (ન.ય.) વૃશ્વિક રાશીના જાતકોને શનીની નાની પનોતી પુર્ણ થશે. જીવનમાં થોડી રાહત મળશે. દાંમ્પત્ય જીવનમાં મધુરતા રાખવી તાલમેલ રાખવો. જો ભાગીદારીમાં વ્યાપાર હોય તો સાવચેતી પુર્વક વ્યાપાર કરવાથી લાભ મળી શકે છે. ધાર્મીક કાર્યો કરવા અથવા તેમાં સાથ-સહકાર આપવો આખની તથા દાતની બીમારીનો આવે તેનો ખ્યાલ રાખવો.
ધન રાશી (ભ.ફ.ધ.) ધન રાશીના જાતકોને શની સુખ ભુવન માંથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. વિદ્યાર્થી લોકો આ વિદ્યા અભ્યાસમાં પુરતુ ઘ્યાન આપવાથી સારી સફળતા મળશે વ્યસનોથી દૂર રહેવુ.
કુંભ રાશી (ગ.શ.સ.) કુંભ રાશીના જાતકોને શનીની મોટી પનોતીનો ત્રીજો તબક્કો પગોએથી પસાર થશે. જે રૂપાના પાય હશે લક્ષ્મીદાયક છે. બેંકે બેલેન્સમાં વધારો થવાની શકયતા ખરી બચતોનુ જોર રાખવુ જો વારસાગત કોઈ બીમારી હોય તો તેમા સાવચેતી રાખવી ધાર્મીક પુજા-પાઠ કવરાથી અથવા કરાવવાથી જીવનમાં લાભ મળી શકે છે. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.
મીન રાશી (દ.ચ.ઝ.ન.) મીન રાશીના જાતકોને શનીની પનોતી છાતીએથી પસાર થશે. સોનાના પાયે છે ચિંતાદાયક ગણાય માનશીક બેચેની રહે આરોગ્યનુ ખાસ ઘ્યાન રાખવુ જરૂરી બને મહેનત કરવાથી પુરતુ ફળ મળે જીવનમાં માન-સન્માન મળવાના યોગ ખરા ખોટી ચિંતા કરવી નહિં ખોટા વિચારો કરવા નહીં કાવાદાવા કરવા નહી સારૂ ધાર્મીક વાચન કરવુ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠનુ અથવા અગીયાર પાઠ કરવા ગુરૂ મંત્રના જપ કરવા પનોતી પીડામાંથી રાહત મળશે.
ખાસ કરીને લોકો નાની મોટી પનોતી દરમ્યાન ઉતાવડીયો નિર્ણય લઈ અને ભુલ કરતાહોય છે તે આખી જીંદગીભર ભોગવુ પડે છે. આથી જ પનોતી દરમ્યાન કોઈ સારા વડિલની સલાહ લઈ અને દરેક મોટા કાર્યો કરવા અથવા સમય અંતરે સારા જ્યોતિષની સલાહ લઈ કુંડળી પ્રમાણે જે ગ્રહ પરિસ્થિતી હોય તે પ્રમાણે આગળ વધવુ. જેનાથી પનોતી પીડા ઓછી થાય છે પનોતીમાં કસોટી વારો સમય શાંતીથી પસાર કરવો ઘણીવાર પનોતી લાભ પણ આપી જાય છે.
ખાસ કરીને પનોતી દરમ્યાન સારા નરસાની ખબર પડે છે. પનોતી દરમ્યાન શેરસટ્ટો રમવા નહી કોઈ પણ જાતના જુગારથી દૂર રહેવુ. આરોગ્યનુ ઘ્યાન રાખવુ ભકિતમઈ જીવન પસાર કરવાથી પનોતીની પીડા ઓછી ઉઠે છે.
શનીની પનોતી દરમ્યાન શનિવારે અડદ-પગરખા કાળી ઓઢણીની ચાદર-કાળી છત્રીનુ દાન કરવુ ગરીબોને ભોજન કરાવુ શનીના જપ કરવાથી શનીની પનોતીમાંથી રાહત મળે છે. ભારતદેશની કુંડળી પ્રમાણે શની ગ્રહ લાભ સ્થાનમાંથી પસાર થશે. જેથી ધાર્મીક ક્ષેત્રે દેશ પ્રગતી કરશે.
શનિની ત્રીજી દ્રષ્ટી લગ્નમાં પડતા લોકોએ આરોગ્યનુ ઘ્યાન રાખવુ જરૂરી બનશે. વિદ્યા-અભ્યાસ ક્ષેત્રે હજુ પણ નવા નિયમ આવી શકે છે. એક દેશ એક જ અભ્યાસક્રમ આવી શકે છે. ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો પડવાની શકયતા ખરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે.
ખાસ કરીને શનિ ગ્રહને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આથી તમારી જન્મકુંડળી પ્રમાણે તમારા કર્મો પ્રમાણે શનીગ્રહ સારૂ ફળ આપશે.
પનોતી દરમ્યાન કર્મો ચોખ્ખા રાખવા ખાસ જરૂરી આમ તો ભ્રષ્ટાચારથી આજીવન દુર રહેવુ સારૂ ગણાય તેમા પણ પનોતી દરમ્યાન ભ્રષ્ટાચાર કરનાર અને કરાવનારથી ખાસ દુર રહેવુ અને પોતે પણ ભ્રષ્ટાચાર કરવો નહી નહિંતર પનોતી દરમ્યાન આજીવન પસ્તાવુ પડી શકે છે.
(શાસ્ત્રી-રાજદીપ જોષી – વૈદાંત રત્ન)