Rajkot, તા. 26
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં વિવિધ સ્થળોએ ક્રમશ: ગરમી વધવા લાગી છે ત્યારે ગઇકાલે જ સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગઇકાલે અમદાવાદમાં સૌથી વધુ 41.પ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે અમરેલીમાં 40.3, ડાંગમાં 40.7, ડિસામાં 40.6, વડોદરામાં 40.6, ગાંધીનગરમાં 40.6 તથા રાજકોટમાં 40.7 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જયારે ભાવનગરમાં 38.4, દાહોદમાં 39.2, સુરતમાં 39.6 અને વેરાવળમાં 35 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે જામનગરમાં આજે ગરમીમાં આંશિક ધટાડો થયો હતો. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી થયું હતું. આથી બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો. અસહ્ય ગરમીથી શહેરીજનો તોબા પોકારી ગયા છે.
ગરમી સામે રક્ષણ મળે તે માટે એસી, એરકુલર, પંખા તેમજ ઠંડા-પીણાનો સહારો પણ લોકો લઈ રહ્યા છે. તો લઘુતમ તાપમાન 20.2 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 14 ટકા વધીને 81 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 7.8 કિમી નોંધાઇ છે.
હવામાન વિભાગે હજુ આવતા બેથી ત્રણ દિવસ ગરમીનું જોર રહેશે તેવા નિર્દેશો કર્યા છે. જોકે આજથી અમુક સ્થળોએ ગરમીમાં રાહત રહેવાના પણ નિર્દેશો છે.