Gondal, તા. 26
ગોંડલ માં ભરઉનાળે પાણીની કટોકટી ના સર્જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાનું પાણી છોડતા શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ માં સૌની યોજના અંતર્ગત પાણી આવી પોહચ્યું હતું
ઉનાળા માં પાણીની કટોકટી નાં સર્જાય તે માટે નગરપાલિકા નાં સતાધીશો દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રજુઆત કરતા 24 કલાકમાંજ સૌની યોજનાનું પાણી ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પોહચ્યું છે.સૌની યોજનાનું પાણી જ્યાંથી વેરી તળાવ સુધી પોહચે છે ત્યાં ગોંડલ નગરપાલિકાની ટિમ પોહચી હતી અને પાણી કઈ રીતે ગોંડલ વેરી તળાવ સુધી પોહચે છે તેનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, નગરપાલિકા સદસ્ય મનિષભાઈ રૈયાણી, જગદીશભાઈ રામાણી, એલ.ડી.ઠૂંમર, નિલેશભાઈ કાપડિયા, વોટર વર્કસ શાખામાંથી પરેશભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા
હતા.ઉનાળાની શરૃઆત નાં દિવસો માં ગોંડલ નું મહત્વ નું જળાશય ઓવરફ્લો થનાર હોય શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.