Morbi,તા.26
મોરબી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર રાત્રીના પલટી મારી ગયું હતું જે બનાવને પગલે તુરંત ફાયર ટીમ દોડી ગઈ હતી અને અસરકારક કામગીરી કરતા જાનહાની ટળી હતી
મોરબી નજીક નેશનલ હાઈવે પર મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર પસાર થતું હતું અને કોઈ કારણોસર ટેન્કર પલટી ગયું હતું ટેન્કરમાં એસીડ જેવું પ્રવાહી ભરેલ હતું અને ટેન્કર પલટી જતા સ્થાનીકોમાં ભય જોવા મળ્યો હતો ફાયર ટીમને જાણ કરતા તુરંત મોરબી ફાયર ટીમના જવાનો પહોંચી ગયા હતા અને યોગ્ય કામગીરી કરી હતી જેથી કોઈ જાનહાની કે દુર્ઘટના સર્જાઈ નથી