Morbi,તા.26
પંચાસર રોડ પર કૌટુંબિક ભાઈ સાથે થયેલ અદાવતનો ખાર રાખી પાંચ ઈસમો બાઈક લઈને આવી કૌટુંબિક ભાઈ વિશે પૂછી બોલાચાલીનો ખાર રાખી બાઈકમાં બેસાડી લઇ જઈને લોખંડ પાઈપ અને છરી વડે ઈજા કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના પંચાસર રોડ પર ન્યુ જનક સોસાયટીમાં રહેતા ઈરફાન મોહમદ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ સિકંદર, લાલો, વિશાલ કોળી અને રેનીશ પાયક તેમજ અકરમ શાહમદાર રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે થયેલ અદાવતનો ખાર રાખી ચાર ઈસમો અલગ અલગ બાઈક લઈને આવી ભાઈ શાહરૂખ વિશે પૂછતાં બોલાચાલી થઇ હતી અને આરોપીઓ ફરિયાદી ઈરફાનને ધરાર બાઈકમાં બેસાડી પંચાસર રોડ પર ન્યુ જનક સોસાયટીના નાકે લઇ જઈને લોખંડ પાઈપ અને છરી વડે ઈજા કરી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી