ભારતનગર મેઈન રોડ પર ઉભેલા યુવકને પાવડાના હાથાથી મારમાર્યો
Rajkot,તા.26
માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ રહેતા વયો વૃદ્ધ મહિલા પર સગા પુત્ર- પુત્રવધુ સાથે વેવાઈ પક્ષના લોકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કરતા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ રહેતા શાંતુબેન પ્રેમજીભાઈ પરમાર (૮૬) સવારે૧૦ વાગે ઘેર હતા ત્યારે તેનો અલગ રહેતો પુત્ર કમલેશ અને તેની પત્ની જ્યોતિબેન અને પુત્રના શાળા દેવા મકવાણા સહિતના લોકો એ ઇંટ થી હુમલો કરી શાંતુબેન ને માથે અને શરીરે ઇજા કરી હતી શાંતુબેન ને ત્રણ દીકરા છે મોટો દીકરો અલગ રહે છે અને બે દીકરા સાથે રહે છે, શાંતુબેન ને સારવાર માટે લાવનાર નિહાલભાઈ જણાવ્યું હતું કે શાંતુબેન ને અગાઉ થયેલી માથાકૂટનું બંદૂક રાખીને પુત્ર પુત્ર વધુ અને વેવાઈ પરિવારે હુમલો કર્યો હતો આ અંગે માલવયા નગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે ભારત નગર મેઇન રોડ આજીડેમ પાસે રહેતા નરેશભાઈ સુખદેવભાઈ શાહ (૪૨) રાત્રે ભારત નગર મેઈન રોડ પર હતા ત્યારે દોઢ વાગ્યાસમારે રાજેશ શાહ, સુરેશભાઈ અને ભુરીયો નામનો શખ એ ઝઘડો કરી પાવડાના હાથથી માર મારી ઈજા કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે