“એડવોકેટ”ને રૂ.૫૦૦૦૦નું વળતર ૧ માસ માં ન ચૂકવે તો વધુ ૧ માસ ની સજા
Rajkot,તા.26
શહેરના ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરતા સંજય પંડિતેએ મિત્ર ના નાતે આર્થિક મદદ માટે આપેલી રકમ પરત કરવા આપેલો 50 હજારનો ચેક વગર વસુલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક શિવ પાર્ક -૨ ના સમીર મહેન્દ્રભાઈને ૧ વર્ષ ની સાદી કેદ અને ચેક ની રકમ જેટલું રૂ.૫૦૦૦૦નું વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે. જો વળતર ૧ માસ માં ન ચૂકવે નહિ તો વધુ ૧ માસ ની સજા ભોગવવા નો હુકમ સ્મોલ કોઝ કોર્ટએ ફરમાવેલો છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર ના જાણીતા અને રાજકોટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા સંજય પંડિએ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલ શિવ પાર્ક -૨ ના સમીર મહેન્દ્રભાઈની વર્ષ ૨૦૧૭માં બંને ના કોમન મિત્ર નરેશ આમરશી સોલંકી ઉર્ફે સરકાર મારફત ઓળખાણ થયેલી સમીરભાઈ કોટકે એડવોકેટ સંજય પંડિત પાસેથી આર્થિક જરૂરિયાત હોવાથી રૂ.૫૦૦૦૦ હાથ ઉછીના મેળવેલા હતા જે રકમ ની ચુકવણી પેટે આપેલો ચેક રિટર્ન થતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે ફરિયાદ કરવામાં આવી હતી.બાદ કેસni સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી ના વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત દલીલ ધ્યાને લઈ સ્મોલ કોઝ કોર્ટ ના જજ એન. એન. દવે આરોપી સમીર મહેન્દ્રભાઈ કોટક ને ૧ વર્ષ ની સાદી કેદ અને ચેક ની રકમ જેટલું રૂ.૫૦૦૦૦ વળતર ચૂકવવા નો હુકમ કરેલ છે. જો વળતર ૧ માસ માં ન ચૂકવે તો વધુ ૧ માસ ની સજા ભોગવવા નો હુકમ ફરમાવેલ છે.આ કામે પંડિત એસોશીએટ ના એડવોકેટ બીનીત જે. પટેલ, કલ્પેશભાઈ મોરી વિગેરે રોકાયેલ હતા.