Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ
    • “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું
    • ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન
    • Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ
    • Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી
    • Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી
    • Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૦૧૭ સામે ૭૮૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૯૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૨૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૦૫ સામે ૨૩૭૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૯૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨, એપ્રિલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા મક્કમ હોવાનું, પરંતુ યુરોપના દેશો ટ્રમ્પની નીતિ સામે લડત આપવા તૈયાર હોઈ જ્યારે ભારત રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં એવા અપાયેલા સંકેત અને આ ટેરિફ લાગુ થવાની પૂરી શકયતા સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવા મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ફંડો, રોકાણકારો દ્વારા આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા જઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ચોપડે જે શેરોમાં નુકશાની થતી હોય એ શેરો વેચીને નુકશાની બુક કરતાં આજે માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડઓઈલ પર અંકુશો મૂકતા ક્રૂડઓઈલના ભાવ વધીને ૭૩ ડોલરને પાર રહ્યા હતા.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૧૫ અને વધનારની સંખ્યા ૯૧૯ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૯૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૨૨%, ટાઈટન કંપની લિ. ૦.૦૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૦૭% વધ્યા હતા, જયારે એનટીપીસી લિ. ૩.૫૪%, ઝોમેટો લિ. ૩.૧૦%, ટેક મહિન્દ્ર ૨.૮૫%, બજાજ ફાઈનાન્સ ૨.૨૮%, એકસિસ બેન્ક ૨.૧૪%, ઇન્ફોસિસ લિ. ૨.૦૬%, મારુતિ સુઝુકી ૧.૩૯%, કોટક બેન્ક ૧.૨૭% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૫% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે.

    શેરોના હાઈ વેલ્યુએશન, ઈઝરાયેલ-હમાસ યુદ્વ, યુક્રેન-રશીયા યુદ્વ, ડિસેમ્બર અંતના ત્રિમાસિક નબળા પરિણામો અને છેલ્લે ટ્રમ્પનું ટેરિફ વોર અને ત્રીજા વિશ્વ યુદ્વના ભય સહિતના આ તમામ પરિબળોએ ભારતીય શેરબજારમાં કરેકશનનો દોર જોવા મળ્યો હતો, જો કે અહીંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની વેચવાલી અટકવાની શકયતા જોવા મળી શકે છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

    તા.૨૭.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૬.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૫૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૫૭૫ પોઈન્ટ થી ૨૩૬૩૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૬.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૨૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૩૭૩ પોઈન્ટ થી ૫૧૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • કોટક મહિન્દ્ર બેન્ક ( ૨૧૪૦ ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૯૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૬૩ થી રૂ.૨૧૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૮૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૮૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૨૩ થી રૂ.૧૮૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૭૫૨ ) :- રૂ.૧૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૫૪૦ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટેક મહિન્દ્ર ( ૧૪૧૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૭૪ સ્ટોપલોસ આસપાસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૨૦૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૧૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૯૯ ) :- રૂ.૧૬૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સિપ્લા લિ. ( ૧૪૭૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૨૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૪ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૧૯ થી રૂ.૧૩૦૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૫૯ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૭ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Indian Stock Market Nifty futures Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025

    Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ

    July 5, 2025

    Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી

    July 5, 2025

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.