Ukraine,તા.27
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન અંગે એક તીખી ટીપ્પણી કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેસ્કીએ મોટો દાવો કર્યો કે, પુટીનનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે અને તે ગમે ત્યારે મૃત્યુ પામશે.તેઓએ પશ્ચિમી મીડીયાની એક તસ્વીર પણ શેર કરી છે અને લખ્યું છે કે પુટીન ટેબલનો એક ખુણો ખુબજ મજબૂતાઈથી પકડીને બેઠા છે. તેઓ સારી રીતે બેસી પણ શકતા નથી. ઝેલેસ્કીએ ફ્રાન્સના નેતા ઈમેનુઅલ મેકો સાથે એક મુલાકાત દરમ્યાન દાવો કર્યો કે, યુક્રેન બાદ પુટીન હવે યુરોપને ટાર્ગેટ કરવા માંગે છે અને હંગેરી તેમની સાથે છે.પણ બહુ જલ્દી પુટીનનું મૃત્યુ થશે અને આ સંઘર્ષ સમાપ્ત થઈ જશે. તેઓએ એવો દાવો કર્યો કે અમેરિકા જે રીતે દબાણ લાવી રહ્યુ છે તેથી રશિયા બહુ જલ્દી પુરા યુદ્ધ વિરામ માટે સંમત થઈ જશે.