Morbi,તા.27
સીટી બી ડીવીઝન પોલીસ ટીમની ઉમદા કામગીરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસેથી ગુમ થયેલ બાળકના વાલીને શોધી કાઢી પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસેથી આશરે પાંચ વર્ષની ઉમરનું બાળક એકલું મળી આવ્યું હતું જેથી સી ટીમે બાળકનો કબજો સાંભળી વાલીવારસ શોધવા માટે કવાયત શરુ કરી હતી સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીઘેલી ભાષાને આધારે સમજવાનો પ્રયાસ કરી બાળકને સાથે રાખી વાલીને શોધવા પ્રયત્નો કર્યા હતા અને ટૂંકા સમયમાં મોરબી ઇન્દિરાનગરમાં રહેતા નવઘણભાઈ સુંદરજીભાઈ ધોળકીયાને શોધી કાઢવામાં ટીમને સફળતા મળી હતી
પોલીસે બાળકના વાલીની ખાતરી કરી હતી અને બાળક માતાપિતાને સોપ્યો હતો માતા પિતા પણ ખોવાયેલા બાળકને શોધતા હતા અને બાળક સહી સલામત મળી આવતા રાહતનો શ્વાસ લીધો હતો તેમજ બી ડીવીઝન પોલીસની સી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો