Kotdasangani,તા.28
જમીન ઉપર ગુલાબ ભાઈ રહેમાન ભાઈ મકવાણાએ દબાણ કરવામાં આવેલ સવૅ નં, ૧૨૩૮ ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળું પાકું બાધકામનુ દબાણ આશરે ૧૨૦૦ ચો,મી દુર કરી જમીન ખુલ્લી કરવામાં આવેલ જે જમીનની બજાર કિંમત અંદાજે ૧,૨૦ કરોડ જેવી થાય છે માન.કલેકટરશ્રી પ્રભવ જોષી સાહેબ ના આદેશાનુસાર તથા આસી.કલેકટરશ્રી,રાજ્કોટ શહેર-૨ શ્રી મહેક જૈન ના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર કોટડાસાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેકટર કે વી પરમાર, નાયબ મામલતદાર શ્રી દબાણ હિતેન્દ્રસિંહ ચુડાસમા , સર્કલ ઓફીસર શ્રી સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી શ્રી દીપભાઈ આહ્યા તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આજ રોજ સરકારશ્રીના 100 કલાકના અસામાજિક ગુંડા તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામે સરકારી ખરાબાના સર્વે નં.1238 ની જમીનમાં આવેલ સિમેન્ટના શેડ વાળું પાકું બાંધકામનું દબાણ આશરે 1200 ચો.મી.દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી. જેની બજાર કિંમત અંદાજે 1.20 કરોડ જેટલી થાય છે.