Rajkotતા.29
રાજ્યભરમાં અસામાજિકતત્વો સામે સો કલાક માં કાર્યવાહીના ડીજીપી વિકાસ સહાય ના આદેશોના પગલે રાજકોટ પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સૂચનાથી સાપર વેરાવળ, ગોંડલ અને પાટણવાવિક તત્વો ના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
વેરાવળ સાપર ધરતી ગેસ પાસે જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવિણ માંડલીકએ કરેલા બાંધકામો હટાવી દેવામાં આવ્યા હતા. પાટણવાવ પીઆઈ આરબી વાઢીયા ની રાહબરીમાં કલાણા ગામે રામદેવપીર ની ધારે રહેતા બુટલેગર સંજય દલડુ સોલંકી સામે દબાણ હટાવની કામગીરી થાય તે પહેલાં તેને જાતે જ સરકારી જમીન પરનું દબાણ દૂર કરી આપ્યું હતું પોલીસે ગેરકાયદે દબાણ અને બે વીજ જોડાણો દૂર કર્યા હતા જ્યારે ગોંડલ વિભાગના ગ્રામ્ય પોલીસ અધિક્ષક કે, જી ઝાલા ના માર્ગદર્શન હેઠળ પીઆઇ પરમાર ની ટીમ એ પડધરી મામલતદાર ના સંકલન મા રહી હેમસૂર ઉર્ફે ભદો ગોવા માલાણી તરઘડી વાળાએ બાંધી ગામના પાટીયા પાસે સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદે દુકાન નું ડેમોલેશન કરીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી આ કામગીરીમાં એસ એન પરમાર પોલીસ સ્ટાફ પડધરી મામલતદાર હાજર રહ્યા હતા