Wankaner,તા.31
વાંકાનેર પંથકમાં અવારનવાર દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે પરંતુ ગત રાત્રીના અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત થયું હતું જેથી વન વિભાગની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક હાઈવે પર અજાણ્યા વાહન હડફેટે દીપડાનું મોત થયું હતું જે બનાવની જાણ થતા વનવિભાગની ટીમ દોડી ગઈ હતી RFO પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા દીપડાનું ગંભીર ઈજાને પગલે મોત થયું છે અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો છે પીએમ રીપોર્ટ આવ્યા બાદ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે રાત્રીના દીપડો રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહન હડફેટે ચડી જતા મોત થયું હતું