રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૪૧૪ સામે ૭૭૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૯૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૦૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૩૭ સામે ૨૩૫૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૩૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે આંજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે બીએસઈ સેન્સેક્સમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૩૦૦ પોઈન્ટથી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે ૨ એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે રશિયાથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો સામે ટ્રમ્પ વધુ ટેરીફ નાંખશે એવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૪ અને વધનારની સંખ્યા ૨૭૦૮ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૫.૧૧% અને ઝોમેટો લિ. ૦.૨૭% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી ૩.૮૭%, બજાજ ફિનસર્વ ૩.૪૬%, એચડીએફસી બેન્ક ૩.૩૫%, બજાજ ફાઈનાન્સ ૨.૮૧%, ઇન્ફોસિસ લિ. ૨.૭૩%, ટાઈટન કંપની લિ. ૨.૫૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૨૮, સન ફાર્મા ૨.૨૨% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૭૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ – હમાસ યુદ્વ કે યુક્રેન – રશીયા વોરના કારણે સર્જાયેલી જીઓપોલિટીકલ ટેન્શનના પડકારો છતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકા ફર્સ્ટના ચૂટણી વચનની સાથે ટેરિફ વોરમાં વિશ્વને ધકેલનારા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓની આક્રમકતા સાથે અનિશ્ચિતતાએ વિશ્વના અનેક બજારોમાં ઉથલપાથલ મચાવ્યા સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આમ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ છમાસિકમાં ઘણા ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોથી લઈ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ થયું છે.
બજાર છેલ્લા એક મહિનામાં ખાસ માર્ચના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ઘણા શેરોમાં ખરીદદાર બનતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. પરંતુ હજુ ટેરિફ મુદ્દે વિશ્વને અનિશ્ચિતતાના દોરમાં રાખ્યું છે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ટૂંકાગાળા માટે બે-તરફી અફડાતફડી સાથે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે, ઉપરાંત બીજી એપ્રિલના અમેરિકા ક્યા દેશો પર કેટલી રેસિપ્રોકલ ટેરિફ લાદે છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૧.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૩૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૭૩ પોઈન્ટ થી ૨૩૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૧.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૧૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૦૮૮ પોઈન્ટ થી ૫૦૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચડીએફસી બેન્ક ( ૧૭૭૯ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિમિટેડ ( ૧૫૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઇસીઆઇસીઆઇ બેન્ક ( ૧૩૨૬ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરો ફાર્મા ( ૧૧૩૫ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૯૯૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૬૦ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૬૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર્સ કાર્સ એન્ડ યુટીલીટી વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૬૦૮ થી રૂ.૨૫૮૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૨૩૪૦ ) :- રૂ.૨૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૯૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૨૩૦૩ થી રૂ.૨૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સન ફાર્મા ( ૧૭૦૦ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ ( ૧૧૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૪ થી રૂ.૧૧૫૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ ( ૯૦૦ ) :- રૂ.૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૩૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૮૪ થી રૂ.૮૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.