કરણ રાવે આ ફિલ્મ ૨૦૧૯ ની અરબી ફિલ્મ ‘બુરકા સિટી’ માંથી તેની સામગ્રી ચોરીને બનાવી છે
Mumbai, તા.૩
ઇન્ટરનેટ પર એવા દાવાઓ થઈ રહ્યા છે કે આમીરની પૂર્વ પત્ની કિરણ રાવની લાપતા લેડીઝ ઓરીજીનલ ફિલ્મ નથી.. કિરણ રાવે આ ફિલ્મ ૨૦૧૯ ની અરબી ફિલ્મ ‘બુરકા સિટી’ માંથી તેની સામગ્રી ચોરીને બનાવી છે. બંને ફિલ્મોના ચોક્કસ દ્રશ્યોના કોલાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ દાવાઓ પર કિરણ કે આમિર ખાન પ્રોડક્શન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “લાપતા લેડીઝ” ૨૦૨૪ ની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાતી હતી. નિતાંશી ગોયલ, પ્રતિભા રંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશનની આ ફિલ્મ જેણે જોઈ તે તેનો ચાહક બની ગયો. તેને ભારત વતી ૯૭મા એકેડેમી એવોડ્ર્સમાં પણ મોકલવામાં આવી હતી . આ ફિલ્મ માટે કિરણને ઘણી પ્રશંસા મળી. પરંતુ હવે અચાનક કંઈક એવું બન્યું છે, જેના કારણે ટ્રોલ્સ તેને ફોલો કરવા લાગ્યા છે.ઇન્ટરનેટ પર એવા દાવાઓ છે કે લાપતા લેડીઝ ઓરીજીનલ ફિલ્મ નથી. કિરણ રાવે આ ફિલ્મ ૨૦૧૯ ની અરબી ફિલ્મ ‘બુરકા સિટી’ માંથી તેની સામગ્રી ચોરીને બનાવી છે. બંને ફિલ્મોના સમાન દ્રશ્યોના કોલાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે બંને ફિલ્મોનો વિષય એક જ છે. જ્યાં લગ્ન પછી વરરાજા તેની કન્યા શોધવા નીકળ્યો છે. બુરખાને કારણે તેની પત્નીની જગ્યાએ બીજી સ્ત્રી આવે છે. અરબી ફિલ્મમાં દુલ્હન બુરખો પહેરેલી છે. જ્યારે કિરણ રાવે પણ પોતાની ફિલ્મમાં દુલ્હનને બુરખો પહેરાવ્યો છે.અગાઉ, જ્યારે લાપતા લેડીઝ રિલીઝ થઈ હતી, ત્યારે ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ ફિલ્મ ટૂંકી ફિલ્મ ‘ઘૂંઘટ કે પટ ખોલ’ ની બિનસત્તાવાર રિમેક છે. તેના દિગ્દર્શક અનંત મહાદેવને પણ સ્વીકાર્યું કે બંને ફિલ્મો વચ્ચે સમાનતાઓ હતી. જ્યારે કિરણે કહ્યું હતું કે તેણે મહાદેવનની શોર્ટ ફિલ્મ જોઈ નથી.