Rajkot,તા.6
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની શાખા રતનપર ગુરુકુલ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય જયંતિ ઉપક્રમે ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.જુદા જુદા ભજન પર્વના પ્રકલ્પમાં ભક્તચિંતામણી યજ્ઞ તથા મહામંત્ર હોમાત્મક યજ્ઞ બીજી એપ્રિલ થી છ એપ્રિલ દરમિયાન સવારે 7:30 થી 12:30 દરમ્યાન આયોજન થયેલું છે.બીજા પ્રકલ્પમાં વચનામૃત, ભક્તચિંતામણી અને શિક્ષાપત્રી વગેરેનું અનુષ્ઠાન હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. 30 માર્ચ થી 6 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રી દરમિયાન અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીની પ્રેરણાથી ચાલી રહી છે.
જેમાં રાજકોટની આજુબાજુના ગામો ખાંભા, સણોસરા વાવડી, માખાવડ, ખોરાણા, રીબ, આણંદ પર, ગુંદાસરા, ઇટાળા, નોઘણચોરા, જીવાપર બોઘરાવદર, પીપરડી, ગૌવરીદડ, ઢોલરા, શેખપાટ, ચાંદલી, કાંગશીયાળી, ખીજડીયા, ખરેડી વગેરે ગામોના હરિભક્તો ભાઈઓ અને બહેનો દ્વારા 24 કલાક અખંડ ધૂન થઈ રહી છે.
ભક્તચિંતામણી યજ્ઞનો પ્રારંભ કરવા માટે રાજકોટ ગુરુકુલ થી ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી પધારીને આશીર્વાદ પાઠવ્યા હતા. પંચકુડી હોમાત્મક યજ્ઞ ની જવાબદારી શ્રી રામજીભાઈ ટીલાળા અને તેમની ટીમ સંભાળી રહી છે.ધૂનવાળા શ્રી નારાયણ પ્રસાદજી સ્વામી એ ભાવિક ભક્તોને ભજન, ધૂન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લેવા માટે સર્વે ભાવિક ભક્તોને અપીલ કરી હતી.
શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન 6 એપ્રિલે મુખ્ય ઉત્સવ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાત્રે 8:30 થી 11 વાગ્યે ઢેબર રોડ ખાતે ઉજવવામાં આવશે.