Rajkot.તા.5
ગઈકાલે શહેર પોલીસમાં ફરજ બજાવતા કુલ 34 પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીનો ઓર્ડર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા કરવામાં આવ્યો છે. જે પૈકી 13 જવાનોને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની અલગ અલગ બ્રાન્ચમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે જયારે હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 21 જવાનોનો ટ્રાફિક શાખામાં એટેચ ઓર્ડર કરવામાં આવ્યો છે.
બદલી થયેલ પોલીસ કર્મીમાં પેરોલ ફર્લો સ્કવોડના કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા અને પ્ર.નગર પોલીસના હેડ કોન્સ્ટેબલ અરુણકુમાર બાંભણીયાને એસઓજી, ટ્રાફિકના કોન્સ્ટેબલ હિરેન્દ્રભાઈ પરમારને પીસીબી, યુવરાજસિંહ જાડેજા, યુનિવર્સીટી પોલીસના પરેશભાઈ સોઢીયા અને એ ડિવિઝનના અજયભાઇ બસિયાને આર્થિક ગુના નિવારણ શાખામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બીજા લિસ્ટ મુજબ થોરાળા પોલીસના જયરાજસિંહ કોટીલા, તાલુકા પોલીસના કુલદીપસિંહ જાડેજા, ભક્તિનગરના દિલીપભાઈ આયદાનભાઈ, ટ્રાફિક શાખાના મયુરધ્વજસિંહ અને દીપકભાઈ, માલવિયાનગરના જયદેવસિંહ અને યુનિવર્સીટી પોલીસના ક્રિપાલસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કુલ 21 હથિયારી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો ટ્રાફિક શાખામાં એટેચ ઓર્ડર કરવામાં આવ્યો છે.
જેમાં સુખદેવસિંહ ગોહિલ, અર્જુનસિંહ ઝાલા, પરાક્રમસિંહ ચુડાસમા, રૂપેશભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડા, પ્રદીપસિંહ ચૌહાણ, હિતેન્દ્રસિંહ ગોહિલ, હરેશભાઇ જેઠવા, મેહુલભાઈ ડાભી, ધર્મેશભાઈ રાઠોડ, અલ્પેશભાઈ કણજારીયા, રમેશભાઈ પરમાર, વિશ્ર્વરાજસિંહ ચુડાસમા, મેહુલભાઈ કંટારીયા, વિક્રમભાઈ ચૌહાણ, જયપાલભાઈ પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ ચાવડા, અજયભાઇ ડાભી, કિશનભાઈ ડોડીયા અને દીક્ષિતભાઈ અવાડીયાનો ટ્રાફિક શાખાના એટેચ ઓર્ડર કરવામાં આવ્યો છે.