રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તેમજ સમગ્ર દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં એશિયન બજારોમાં ઘટાડા સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે ગત સપ્તાહે ભારત તેમજ સમગ્ર દેશો પર જાહેરાતથી વિશ્વમાં નવા વેપાર યુદ્વ થવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ભારત સામે પણ ૨૬% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે ભારત પર પણ ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ઊર્જા તેમજ ફાર્મા પ્રોડકટસને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગત સપ્તાહે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર ટ્રમ્પે જંગી ટેરિફ લાગુ કર્યા છે. જો કે વિશ્વના દેશોની સરખામણીએ ૨૬% ટેરિફ સાથે ભારત પ્રત્યે ટ્રમ્પે કૂણુ વલણ દાખવ્યાનું જોવા મળે છે. ભારતના માલસામાન પર ટેરિફની જાહેરાતમાં અમેરિકન પ્રમુખે ફાર્મા પ્રોડકટસ તથા ઊર્જાને ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ દેશના જેમ્સ એન્ડ જ્વેલરી તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગને ટેરિફની સૌથી ગંભીર અસર પડવાની શકયતા જોવાઈ રહી છે. બીજી હરિફ દેશો પર ઊંચા ટેરિફથી દેશના ટેકસટાઈલ ક્ષેત્રને લાભ જોવાઈ રહ્યો છે. અમેરિકામાં ભારતની નિકાસમાં મુખ્યત્વે ફાર્મા, ટેલિકોમ સાધનો, રત્નો, પેટ્રો પ્રોડકટસ, જ્વેલરી તથા ગારમેન્ટસનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકા ખાતેથી ભારતની આયાતમાં ક્રુડ ઓઈલ, કોલસા, વીજ મશીનરી તથા એરોસ્પેસ સાધનોનો સમાવેશ થાય છે.
અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંક ૧૦ અબજ ડોલર જેટલો જ્યારે ઈલેકટ્રોનિક નિકાસનો આંક ૧૪ અબજ ડોલર જોવા મળી રહ્યો છે. ઊંચા ટેરિફને કારણે આ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડવાની શકયતા છે કારણ કે જ્વેલરી તથા રત્નો પર અમેરિકા અગાઉ ૨.૧૨% જેટલી અને ઈલેકટ્રોનિક સામાન પર ૦.૪૧% ટેરિફ વસૂલતુ હતું જેમાં હવે જોરદાર વધારો થયો છે. ઓટો પાર્ટસ તથા એલ્યુમિનિયમને નવા ટેરિફના પરિઘમાંથી બાકાત રખાયા છે, પરંતુ તેના પર અગાઉ લાગુ કરવામાં આવેલી ૨૫% ટેરિફ તો વસૂલાશે તેવી ટ્રમ્પના ઓર્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
ભારત ખાતેથી અમેરિકામાં ફાર્મા તથા ઊર્જાની એકંદર નિકાસ ૯ અબજ ડોલર જેટલો રહે છે, ત્યારે તેના પર હાલમાં કોઈ ટેરિફ જાહેર નહીં કરાતા આ ક્ષેત્રોને રાહત થઈ છે. ભારતના જે માલસામાનને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમાં ફાર્મા ઉપરાંત, કોપર, સેમીકન્ડકટર્સ, સોનાચાંદી, ખનિજનો સમાવેશ થાય છે. દરમિયાન ટેકસટાઈલ ક્ષેત્રમાં ભારતના હરિફ દેશો જેમ કે બંગલાદેશ, વિયેતનામ, ચીન પર ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવતા ભારતના ટેકસટાઈલ ક્ષેત્રને એડવાન્ટેજ જોવાઈ રહ્યો છે. ભારતના જીડીપીમાં ટેકસટાઈલ ક્ષેત્રનું યોગદાન ૨% છે. જ્યારે બંગલાદેશ અને વિયેતનામના જીડીપીમાં તેના ટેકસટાઈલ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે ૧૧% અને ૧૫% છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી તેમજ ૦૩ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૭૩૫૨.૮૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી તેમજ ૦૩ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૦૨૪૬.૫૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકામાં ભારતીય માલ સામાનની આયાત પર ૨૬% ટેરિફ લાગુ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવાની ઉદ્યોગો દ્વારા મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભારતનું અર્થતંત્ર સ્થિતિ સ્થાપક હોવાથી નવા ટેરિફની તેના પર સામાન્ય અસર જોવા મળશે. વિશ્વભરના દેશો પર ટેરિફના વિવિધ સ્લેબ લાગુ થવાને કારણે વૈશ્વિક વેપારના સમીકરણોમાં તથા ઉત્પાદન ક્ષેત્રની મૂલ્ય સાંકળમાં બદલાવ આવવાની દેશના ઉદ્યોગો ધારણાં મૂકી રહ્યા છે.
ભારતની મજબૂત ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અમેરિકાની ટેરિફની અસરને સમતુલિત કરશે અને દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) પર ટૂંકા ગાળે માત્ર ૦.૧૦% અસર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતના માલસામાન પર ૨૬% ટેરિફને જોતા આપણે ટેરિફ દરોમાં મધ્યમ સ્થાને છીએ. એકંદરે અમેરિકામાં ભારતની નિકાસ સ્પર્ધા પર મોટી અસર જોવા નહીં મળે, આમ છતાં દેશના ઉદ્યોગોએ ટેરિફની અસરને હળવી કરવા નિકાસ ક્ષમતા તથા વેલ્યુ એડિશન કરવા માટે સતત પ્રયાસો કરવાના રહેશે, ઉપરાંત જો ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર થશે તો તેવી સ્થિતિમાં રેસિપ્રોકલ ટેરિફ કદાચ પાછા ખેંચાઈ જવાની શકયતા રહેલી છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ગોદરેજ પ્રોપર્ટીઝ (૨૦૭૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૨૦૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! રેસિડેન્સિયલ કોમર્શિયલ પ્રોજેકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૦૮ થી રૂા.૨૧૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર)ભારતી એરટેલ (૧૭૪૬) : આ સ્ટોક રૂા.૧૭૧૭ નો પ્રથમ અને રૂા.૧૭૦૭ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૭૬૩ થી રૂા.૧૭૭૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!
(૩)એસબીઆઇ લાઇફ (૧૫૧૮) : ૩૭૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૪૮૦ પ્રથમ તેમજ રૂા.૧૪૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! લાઇફ ઇન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૫૩૭ થી રૂા.૧૫૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!
(૪)ટાટા કોમ્યુનિકેશન્સ (૧૬૦૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૬૩૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૬૪૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૫૮૮ થી રૂા.૧૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૬૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)ઇન્ફોસીસ લિમિટેડ (૧૪૬૧) : રૂા.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૪૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૪૪૪ થી રૂા.૧૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)એક્સિસ બેન્ક (૧૦૯૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૧૨૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૧૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૦૭૩ થી રૂા.૧૦૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૧૩૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)કોલ ઈન્ડિયા (૩૭૬) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૮ થી રૂ.૩૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૩૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૭૪ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઈન્ડસ ટાવર્સ (૩૫૦) : રૂ.૩૩૭ નો પ્રથમ તેમજ રૂ.૩૨૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૬૪ થી રૂ.૩૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪)રાઈટ્સ લિ. (૨૧૭) : સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૪ થી રૂ.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫)શિપિંગ કોર્પોરેશન (૧૬૦) : રૂ.૧૫૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૪ થી રૂ.૧૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)એલએન્ડટી ફાઈનાન્સ (૧૪૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૩૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)બંધન બેન્ક (૧૪૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (૧૨૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭ આસપાસ રોકાણકારે રૂ.૧૩૮ થી રૂ.૧૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૮ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઈન્ટ્રાસોફ્ટ ટેકનોલોજીસ (૯૦) : ઈ-રિટેલ/ઈ-કોમર્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૪ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨)ઝોડિયાક ક્લોધિંગ કંપની (૮૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ગાર્મેન્ટ્સ એન્ડ એપેરલ્સ સેક્ટરનાં આ સ્ટોકને ૭૮ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩)સેકમાર્ક કન્સ્લટન્સી (૮૫) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭ નો પ્રથમ તેમજ રૂ.૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કમ્પ્યુટર્સ-સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૯૩ થી રૂ.૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)શ્રી દિગ્વિજય સિમેન્ટ (૭૦) : રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૭ થી રૂ.૮૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
એનએસઈપર આઇપીઓ દ્વારા કુલ રૂ.૧.૭ લાખ કરોડ એકત્ર કરાયા…!!
૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનું (એનએસઈ) માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૪૧૦.૮૭ લાખ કરોડ (૪.૮૧ ટ્રિલિયન ડોલર) હતું. જે માર્ચ ૨૦૨૪ અંતે રૂ.૩૮૪.૨ લાખ કરોડ (૪.૬૧ ટ્રિલિયન ડોલર) હતું. એનએસઈ પર કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૨,૭૨૦ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૫ દરમિયાન એનએસઈ પર આઇપીઓ અને ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ ૨૫માં કુલ ૨૪૨ આઇપીઓ નોંધાયા હતા. જેમાં મુખ્ય બોર્ડના ૭૯ આઇપીઓ હતા. જ્યારે એસએમઈના ૧૬૩ આઇપીઓ હતા. આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલ કુલ રકમ રૂ.૧.૭ લાખ કરોડ રહી હતી.ફંડ એકત્રીકરણ (ઇક્વિટી અને ડેટ માર્કેટ) કરીએ તો નાણાકીય વર્ષ ૨૫ માં એકત્ર કરાયેલ કુલ ભંડોળ ૧૮.૬૯ લાખ કરોડ (+૩૫% વાર્ષિક) હતું.
જ્યારે દેવા બજાર થકી રૂ.૧૪.૧૮ લાખ કરોડ એકત્ર કરાયા (+૨૪% વાર્ષિક) હતા.કુલ ઇક્વિટી એકત્ર કરાયેલ રકમ રૂ.૪.૨૬ લાખ કરોડ (+૧૧૦% વાર્ષિક) હતી. કયુઆઈપી થકી રૂ.૧.૨૮ લાખ કરોડ એકત્ર કરાયા હતા.નાણાકીય વર્ષ ૨૫માં ટ્રેડિંગ વોલ્યુમ અને ડેરિવેટિવ્ઝ માર્કેટની વાત કરીએ તો કુલ રોકડ બજાર ટર્નઓવર રૂ.૨૮૧.૨૮ લાખ કરોડ (+૩૯.૯% વાર્ષિક) રહ્યું હતું. ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઇક્વિટી ફ્યુચર્સ ટર્નઓવર રૂ. ૪૬૨.૮૯ લાખ કરોડ (+૪૦.૪% વાર્ષિક)રહ્યું હતું. જ્યારે ઇક્વિટી ઓપ્શન્સ ટર્નઓવરઃ ૧૫૫.૪૯ લાખ કરોડ (+૨.૩% વાર્ષિક)રહ્યું હતું. કોમોડિટી ટ્રેડિંગમાં કોમોડિટી ઓપ્શન્સનું ટર્નઓવર રૂ.૪,૬૦૩ કરોડ (+૭૭૯.૯% વાર્ષિક) અને કોમોડિટી ફ્યુચર્સ ટર્નઓવર રૂ.૨૪૯ કરોડ (-૯૫.૪% વાર્ષિક) રહ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કંપનીઓએ ક્યુઆઈપી મારફત રૂ.૧.૩૩ ટ્રિલિયનનું ભંડોળ મેળવ્યું…!!
સમાપ્ત થતા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં શેરબજારની રેલીને પરિણામે કંપનીઓ દ્વારા કવાલીફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટસ મારફત રૂ.૧.૩૩ ટ્રિલિયનનું ભંડોળ ઊભુ કરવામાં આવ્યું છે. ભારતના મૂડી બજારના ઈતિહાસમાં સમાપ્ત થઈ રહેલા વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫માં ક્યુઆઈપી મારફત ઊભું કરાયેલુ ભંડોળ અત્યાર સુધીનું સૌથી ઊંચુ છે.
નવા નાણાં વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફર તથા કયુઆઈપી મારફત ભંડોળ ઊભા કરવાની માત્રા ઊંચી રહેવાની ધારણાં છે. નાણાં વર્ષ ૨૦૨૪માં રુપિયા ૭૧૩૦૬ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં ક્યુઆઈપી મારફત કંપનીઓએ ૮૭% વધુ ભંડોળ ઊભુ કર્યુ છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા તથા બેલેન્સ શીટસને મજબૂત બનાવવા કંપનીઓએ કયુઆઈપી મારફત વધુ નાણાં ઊભા કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
પ્રાપ્ત ડેટા પ્રમાણે ગયા વર્ષમાં ૬૪ કંપનીઓની સરખામણીએ વર્તમાન વર્ષમાં ૮૫ કંપનીઓએ ક્યુઆઈપી મારફત ભંડોળ ઊભા કર્યા છે.વર્તમાન નાણાં વર્ષમાં કયુઆઈપી મારફત નાણાં ઊભા કરવાની માત્રા મૂલ્ય અને વોલ્યુમ બન્ને દ્રષ્ટિએ અત્યારસુધીની સૌથી વધુ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં મૂડી બજારની રેલીનો લાભ લઈ કંપનીઓએબજારમાંથી નોંધપાત્ર નાણાં ઊભા કરીને પોતાની બેલેન્સ શીટસ મજબૂત બનાવી હતી.સંસ્થાકીય રોકાણકારો પાસેથી નાણાં ઊભા કરવા કંપનીઓ માટે ક્યુઆઈપી એક ઝડપી અને સરળ માર્ગ છે.
ભંડોળ ઊભા કરનારી કંપનીઓમાં મુખ્યત્વે ઓટો, રિઅલ એસ્ટેટ,મેટલ તથા જાહેર ક્ષેત્રની બેન્કોનો સમાવેશ થતો હતો. આગામી નાણાં વર્ષમાં પણ કંપનીઓ દ્વારા ભંડોળ ઊભા કરવાની માત્રામાં વધારો જળવાઈ રહેવાની ધારણાં છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં આઈપીઓ તથા ક્યુઆઈપી મારફત રૂ.૩ લાખ કરોડથી વધુની રકમ ઊભી થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
વર્ષ ૨૦૨૫માં વેન્ચર કેપિટલ ફંડિંગમાં ૪૦% નો ઉછાળો…!!
ભારતમાં વર્ષ ૨૦૨૫માં વેન્ચર કેપિટલ (વીસી) ફંડિંગની શરુઆત સારી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન રોકાણના મૂલ્યોમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૪૦%નો ઉછાળો આવ્યો છે,જે વૈશ્વિક વલણોથી ઘણું આગળ છે. ગ્લોબલ ડેટાના રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન ડીલ વોલ્યુમમાં પણ ૧૧%નો વધારો થયો છે, જે દેશના ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં રોકાણકારોના વધતા વિશ્વાસને રેખાંકિત કરે છે. દેશમાં વેન્ચર કેપિટલ એક્ટિવિટીનો ઉછાળો એવા સમયે આવ્યો છે. જ્યારે વૈશ્વિક સોદાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૯%નો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક ભંડોળના મૂલ્યમાં તુલનાત્મક રીતે સાધારણ ૧૭%નો વધારો થયો છે. અહેવાલ અનુસાર, ભારતની આ તાકાતે વિશ્વભરના ટોચના પાંચ સાહસ મૂડી બજારોમાંના એક તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. તેણે ૨૦૨૫ની શરૂઆત સુધીમાં કુલ સોદાઓમાં લગભગ ૯% અને વૈશ્વિક ભંડોળના મૂલ્યમાં ૪%થી વધુ યોગદાન આપ્યું છે.
આ વૃદ્ધિ સ્ટાર્ટઅપ્સની સમૃદ્ધ ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે. જ્યાં નવીન વિચારો વધુને વધુ વેન્ચર કેપિટલ કંપનીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. મૂલ્યમાં આ મોટો વધારો માત્ર રોકાણકારોના વધતા વિશ્વાસને જ નહીં,પરંતુ સરેરાશ સોદાના કદમાં પણ વધારો દર્શાવે છે.
દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ
૮ મહિનાની ઊંચી સપાટીએ…!!
સમાપ્ત થયેલા માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબ્રુઆરીમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી. સ્થાનિક સ્થળે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલદ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. માર્ચનો ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ,ઈન્ડેકસ ૫૮.૧૦ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬.૩૦ જોવાયો હતો. નવા ઓર્ડર બુકનો ઈન્ડેકસ પણ ગયા મહિને આઠ મહિનાની ટોચે જોવા મળ્યો હતો.
માંગની સાનુકૂળ સ્થિતિ, ગ્રાહકોના રસમાં વધારોતથા માર્કેટિંગ પહેલોને પરિણામે ઓર્ડર બુકમાં વધારો જોવા મળ્યો છે.મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. માંગની મજબૂત સ્થિતિને કારણે કંપનીઓની ફિનિશ્ડ ગુડસની ઈન્વેન્ટરીમાં ત્રણ વર્ષનો ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. વેપાર આશાવાદ પણ ઊેચો રહ્યો છે. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૩૦ ટકાએ આગામી એક વર્ષમાં ઉત્પાદન વોલ્યુમ ઊંચુ રહેવાની ધારણાં મૂકી છે જ્યારે બે ટકાથી ઓછા લોકોએ વોલ્યુમમાં ઘટાડો જોવા મળવાની ધારણાં મૂકી છે.
માર્ચ,૨૦૨૫ના ક્વાર્ટરમાં નવા ઢાંચાગત પ્રોજેક્ટોની જાહેરાતો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાનો મજબૂત ઢાંચો તૈયાર કરશે.સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન ફેક્ટરીઓ, રસ્તાઓ અને પાવર પ્લાન્ટ સંબંધિત નવા પ્રસ્તાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે.