Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025

    Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા

    August 27, 2025

    Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ
    • Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા
    • Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
    • Rajkot: કારખાનાની લિફ્ટમાં માથું છુંદાઈ જતાં યુવકનું મોત
    • Ahmedabad: કિશોરી પર દુસ્કર્મ નો કેસઃ યુવતી સહિત ૩ આરોપીને ૨૦-૨૦ વર્ષ કેદ
    • Anand: બસ અને ટ્રક વચ્ચે રીક્ષા કચડાઈ જતાં મામા-ભાણેજનું કરુણ મોત
    • મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

    Vikram RavalBy Vikram RavalApril 7, 2025Updated:April 7, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૪ સામે ૭૧૪૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૪૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૯૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૫૮ સામે ૨૨૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…     

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારો, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન, કેનેડા જેવા દેશો જવાબી કાર્યવાહી કરતા વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ કડાકાની સ્થિતિ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એપ્રિલ માસમાં એફપીઆઇની વેચવાલી યથાવત રહેતા અને ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણે વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતના ઇન્ડેક્સ સેન્સેક્સમાં અંદાજીત ૨૨૦૦ પોઈન્ટથી વધુનો તેમજ નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૬૯૦ પોઈન્ટથી વધુનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો.

    જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પની આકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતા આજે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૧૫ અને વધનારની સંખ્યા ૫૭૦ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૫% વધ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૭.૭૩%, લાર્સેન લિ. ૫.૭૮%, ટાટા મોટર્સ ૫.૫૪%, કોટક બેન્ક ૪.૩૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૪.૧૧%, ઈન્ફોસીસ લિ. ૩.૭૫%, એકસિસ ૩.૭૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૫૪% અને એચસીએલ ટેક્નોલોજી ૩.૨૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરુ કરી વિશ્વભરમાં ટ્રેડવૉર શરુ થઈ ચુકી છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધવાની શક્યતાએ કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટાડો જોવા મળી શકે છે. જેના પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે.

    એક અંદાજ મુજબ અમેરિકાની ટ્રેડ નીતિના કારણે મોંઘવારીમાં પણ વધારો થવાના પરિણામે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના ૨૬% રેસિપ્રોકલ ટેરિફના કારણે ૬.૩%થી ઘટાડી ૬.૧% કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફઆઇઆઇ ફરી પાછી વેચવાલી નોંધાવી રહ્યા છે ત્યારે આરબીઆઇની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં જીડીપી ગ્રોથને ટેકો આપવા માટે વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.

    તા.૦૮.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૨૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૧૮૮ પોઈન્ટ થી ૨૨૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૭.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૦૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૫૭૫ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૦૦૮ પોઈન્ટ થી ૪૯૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મહાનગર ગેસ ( ૧૩૧૪ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૩૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૨ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૨૯૬ ) :- રૂ.૧૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૫૩ બીજા સપોર્ટથી કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૦૫૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૧૪ સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૬ થી રૂ.૧૦૭૫ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૪૧૦ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૫ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સિપ્લા લિ. ( ૧૩૯૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૦૮૭ ) :- રૂ.૧૧૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025

    Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા

    August 27, 2025

    Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    August 27, 2025

    Rajkot: કારખાનાની લિફ્ટમાં માથું છુંદાઈ જતાં યુવકનું મોત

    August 27, 2025

    Ahmedabad: કિશોરી પર દુસ્કર્મ નો કેસઃ યુવતી સહિત ૩ આરોપીને ૨૦-૨૦ વર્ષ કેદ

    August 27, 2025

    Anand: બસ અને ટ્રક વચ્ચે રીક્ષા કચડાઈ જતાં મામા-ભાણેજનું કરુણ મોત

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025

    Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા

    August 27, 2025

    Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.