Morbi,તા.08
ઘૂટું ગામની સીમમાં સીએનજી રીક્ષામાં આગ લાગતા રીક્ષા ચાલક શરીરે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૦૭ એપ્રિલના રોજ પોતાની સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૨૦૦૩ લઈને મોરબી જવા નીકળ્યા હતા ત્યારે ઉંચી માંડલ ગામ અને ઘૂટું વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે પહોંચતા અચાનક રીક્ષામાં આગળના ભાગે આગ લાગી હતી જે આગમાં વસંતભાઈ ચાવડા શરીરે દાઝી જતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે