Morbi,તા.08
ઘૂટું ગામની સીમમાં સોસાયટીની પાછળ બાવળની કાંટમાં છુપાવી રાખેલ ૩૬ બોટલ દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટી પાછળ રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં છુપાવી રાખેલ દારૂની બોટલ ૩૬ કીમત રૂ ૨૪,૬૯૬ નો મુદામાલ જપ્ત કરી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા રહે ઘૂટું ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટી મૂળ રહે રાપર કચ્છ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે