Morbi,તા.08
ખાખરેચી ગામના રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૭,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામે આરોપી જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મકાનમાં જુગાર રમતા સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા, દિનેશભાઈ લખમણભાઈ વરસડા, ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા, મનસુખભાઈ મુળજીભાઈ હુલાણી, પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા, કમલેશભાઈ ભાણજીભાઈ માકાસણા, જીતુભાઈ ધીરજભાઈ પારેજીયા અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૬૭,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે