Morbi,તા.08
લતીપર ચોકડીએ આગળ જતા ટ્રકે બ્રેક મારતા કાર ચાલકે બ્રેક મારી હતી અને પાછળ આવતા ટ્રક અને આગળના ટ્રક વચ્ચે કાર દબાઈ જતા કારમાં સવાર બેને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
રાજકોટ ગાયકવાડી શેરી નં ૦૨ માં રહેતા હિતેશભાઈ પ્રકાશભાઈ ગેરા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રક જીજે ૧૨ એટી ૯૦૭૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેની કાર જીજે 03 એનકે ૩૭૬૨ લઈને માતાના મઢ દર્શન કરવા જતા હતા ત્યારે ટંકારા ઓવરબ્રિજ ઉતરતા આગળ જતી ટ્રકના ચાલકે બ્રેક મારી હતી અને પાછળથી આવતા ટ્રક ચાલકે પુરઝડપે ચાલવી સ્વીફ્ટ કારણે પાછળથી ઠોકર મારી બંને ટ્રક વચ્ચે કાર દબાઈ ગઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી હિતેશભાઈ સહિતનાને ઈજા પહોંચી હતી અને અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી