Morbi,તા.08
શહેરની લક્ષ્મીપરા સોસાયટીમાં ખાનગી બેંકમાં લોન રીકવરી અધિકારી તરીકે ફરજ બજાવતા વૃદ્ધને મહિલાઓ સહીત ૧૦ ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અધિકારી સાથે રહેલ અન્યના ઝપાઝપીમાં મોબાઈલ ઝુંટવી લઈને તેમજ ચશ્માં તોડી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે
રાજકોટના દીવાનપરામાં રહેતા આબિદ નુરરૂદીન ભારમલ (ઉ.વ.૬૮) વાળાએ આરોપીઓ હુશેન અલીભાઈ અમરેલીયા, તૌફીક ઈસુબ અમરેલીયા, ફૈજાન હનીફ અમરેલીયા, વસીમ અબાભાઈ અમરેલીયા, તૌસીફ હુશેન અમરેલીયા, તનવીર બાબાભાઈ અમરેલીયા, મસીરાબેન તૌસીફભાઈ અમરેલીયા, જમીલાબેન હુશેનભાઈ અમરેલીયા, અયાન વસીમ અમરેલીયા રહે બધા લક્ષ્મીપરા વાંકાનેર અને રહીમભાઈ મુલતાની રહે ચંદ્રપુર એમ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી આબિદભાઈ રાજકોટ જીવન કોમર્શીયલ બેંકમાં લોન રીકવરી અધિકારી તરીકે નોકરી કરે છે અને વાંકાનેર લક્ષ્મીપરામાં અમીભાઇ અલાઉદીન ખોરજીયાની મિલકતમાં કોર્ટના હુકમથી ફેન્સીંગ કરેલ હતું જે ફેન્સીંગ મામલતદાર વાંકાનેર દુર કરાવતા હતા
ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ જઈને લાકડી, કાતર જેવા હથિયાર વડે આવી ફરિયાદી આબિદભાઈ અને તેની સાથે રહેલા અન્યજને ઢીકા પાટું માર મારી ગળાના ભાગે ઈજા કરી શર્ટ ફાડી નાખી, ચેતનભાઈ ધ્રુવનો મોબાઈલ ઝપાઝપીમાં ઝૂંટવી લીધો હતો અને બ્રિજેશભાઈ દવેના ચશ્માં તોડી નાખી નુકશાન કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે