Morbi,તા.08
શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે
જીલ્લા શિક્ષણાધિકારી આકરા પાણીએ, શાળા સંચાલકોને બોલાવી ખખડાવી નાખ્યા
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે સરકારના નિયમોનુસાર ૫૦૦ ચો.મી. કે ૯ મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને NOC ફરજીયાત બનાવવામાં આવ્યું છે દરેક શાળાઓને પુરતો સમય આપ્યા છતાં મોરબીની ૦૬ ગ્રાન્ટેડ શાળા અને ૧૧ સ્વનિર્ભર શાળાઓમાં ફાયર એનઓસી નથી જેથી આવી શાળાઓને ૩ નોટીસ આપવામાં આવી હતી છતાં ફાયર સુવિધા નહિ રાખનાર ૧૭ શાળા સંચાલકોને બોલાવી તાકીદ કરવામાં આવી છે
જીલ્લા શિક્ષણાધિકારી કે એમ મોતા દ્વારા તાજેતરમાં કુલ ૧૭ શાળા સંચાલકોને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા જે શાળાના આચાર્યોને તાત્કલિક ફાયર સેફટી સીસ્ટમ ઇન્સ્ટોલ કરવા તાકીદ કરવામા આવી હતી છતાં નિયમોનું પાલન નહિ કરે તે શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવશે તેમ પણ એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રવીણભાઈ અંબારીયાની યાદીમાં જણાવ્યું છે
કઈ કઈ શાળાઓને મીટીંગમાં બોલાવીને તાકીદ કરવામાં આવી ?
- ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ-મોરબી
- શ્રી ઉમા કન્યા વિધાલય હળવદ
- રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિધાલય હળવદ
- શ્રી નકલંક વિદ્યાપીઠ સુખપર, સુખપર તા. હળવદ
- અજંતા વિધાલય મોરબી
- શ્રી નવોદય વિધાલય ઘૂટું તા. મોરબી
- સમજુબા વિધાલય નાની વાવડી તા. મોરબી
- શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગ્રેજી માધ્યમ) પીપળીયા તા. માળિયા
- શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર પીપળીયા માળિયા
- સંકલ્પ માધ્યમિક વિદ્યાલય નાની વાવડી તા. મોરબી
- જ્ઞાનદીપ વિધાલય હડમતીયા તા. ટંકારા
- જી પી હાઈસ્કૂલ પીપળીયારાજ તા. વાંકાનેર
- જુના ઘાંટીલા હાઈસ્કૂલ ઘાટીલા માળિયા
- શ્રી એમ જી ઉ.બી.માધ્યમિક વિધાલય જોધપર નદી મોરબી
- સી.એમ.જે હાઈસ્કૂલ જેતપર મોરબી
- શ્રી મહર્ષિ દયાનંદ વિધાલય ટંકારા
- શ્રી બી જે કણસાગરા હાઈસ્કૂલ નસીતપર તા. ટંકારા