ભાવનગર શહેરમાં આજે મંગળવારે કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલએ વીજ કાપ રાખ્યો હતો તેથી તખ્તેશ્વર ફિલ્ટર આધારિત વિસ્તારમાં સવારના ૧૦.૧પ કલાક સુધી પાણી અપાયુ ન હતું. ઉનાળાની ગરમીમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. વીજ તંત્રએ લાઈટ આપ્યા બાદ અન્ય વિસ્તારને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે રાબેતા મુજબ પાણી આપ્યુ હતું. આવતીકાલે તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પીજીવીસીએલએ કેટલાક વિસ્તારમાં વીજ કાપ રાખ્યો છે, જેના કારણે મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જો કે, લાઈટ વહેલી આવી જશે તો જે વિસ્તારનો વારો હશે તે વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.
Trending
- Amit Khunt suicide case માં રાજદિપસિંહ જાડેજાના આગોત્તરા જામીન નામંજુર
- સગીરાને ભગાડી જનાર આરોપી યુવાન ના Bhavnagar ની સ્પે. પોકસો કોર્ટે નામંજુર કર્યા
- Bhavnagar: સુભાષનગરમાં સવારે છરીના ઘા મારીને વૃદ્ધની હત્યા
- Jafrabad ના મીઠાપુર ગામે મકાન-દુકાનમાં ચોરી
- Junagadh: સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કર ડ્રાઈવરનો માર માર્યાનો આક્ષેપ
- Junagadh: બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂા.1.32 લાખના દાગીના-રોકડ ઉઠાવી ગયા
- Manavadar નાં નાનડીયા ગામેથી પોરબંદરના શખ્સનું કારમાં અપહરણ
- Kashmir માં સીઆરપીએફની બસ ખીણમાં પડતા બે જવાનોના મૃત્યુ