ફરિયાદી નો મોબાઇલ લઇ પરત જોતો હોય તો 2000 આપવા પડશે તેમ કહી માથાકૂટ કરી અને યુવકને માર માર્યો
Rajkotતા.09
શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજના ક્લાસરૂમ તથા પાર્કિંગમાં નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારવાના ગુનાનો કેસ ચાલી કરતા અદાલતે ત્રણ શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા પાર્થ કાનજીભાઈ રાઠોડ નામના વિદ્યાર્થીને માનવ ઉર્ફે મનુ ભાવેશ ચોટલીયા, ધાર્મિક કમલેશ પટ્ટી અને જેનીશ ચંદ્રેશભાઇ ટાંક સહિત ત્રણ વિદ્યાર્થીએ માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ગત તારીખ 11 10 22 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પાર્થ રાઠોડનો મોબાઈલ ઉપરોક્ત આરોપીએ લઈ લીધેલ અને ફરિયાદી પાર્થ રાઠોડ એ મોબાઇલ પરત માગતા નહીં આપતા આરોપીઓ બહાર જતા રહેલા અને ફરિયાદીને કીધેલ કે રિસેસમાં બહાર આવજે મોબાઈલ લઈ જજે જેથી રિસેસમાં ફરિયાદી પાર્થ રાઠોડ ને બોલાવેલ કે પાર્કિંગ એરિયામાં ઉપરોક્ત ત્રણેય શખ્સોએ મોબાઇલ જોતો હોય તો રૂપિયા 2000 આપવા પડશે તેમ કહી બંને વચ્ચે થયેલી બોલા ચાલી નો ખાર રાખી માર માર્યા અંગેનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય શખ્સ સામે મારા મારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા ત્રણેય વિદ્યાર્થીઓને જેલ હવાલે કર્યા હતા. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરતા બાદ આ કેસ સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદીની જુબાની, વિવિધ પંચનામાના પંચો, મેડિકલ ઓફિસર અને તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાની નોંધ્યા બાદ આરોપીના વકીલની દલીલો તથા આરોપી તરફે ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓને ધ્યાને લઈને રાજકોટ સ્પેશિયલ સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપીઓ વકીલ રૂપરાજસિંહ પરમાર, જયેન્દ્રભાઈ ગોંડલીયા, મુકેશ ભટ્ટી, અજીતભાઈ પરમાર, હુસૈન હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિ લાલ, જીત શાહ, ફેઝાન સમા, દિપકભાઇ ભાટિયા, અંકિત ભટ્ટ, રહિમ હેરંજા રોકાયા હતા.