Rajkot,તા.09
સરદાર નગર, જંકશન પ્લોટ, રેલનગર અને સરદારબાગમાં દરોડા પાડી ચાર શખ્સોની ધરપકડ , ચાર મોબાઈલ કબજે કર્યાશહેર પોલીસ દ્વારા આઈપીએલની મેચ ઉપર હરણફેરનો જુગાર રમી અને રમાડતા સટોડીયા સામે પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યાદ કરવામાં આવી છે જેમાં ગાયકવાડી ,રેલ્વે સ્ટેશન ,સરદારનગર અને સરદાર બાગ ચોકડી પાસે દરોડા પાડી ચાર શખ્સોની ધરપકડ કરી ₹25,000 ની કિંમત નો ચાર મોબાઈલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબઆઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભ સાથે ક્રિકેટ સટોડીયા સક્રિય થતા જુગારની મોસમ પુરબહાર ખીલી હોવાથી તેની સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મફતીયા પરામાં રહેતો યુનુસ અલારખા રાઉમા નામનો શખ્સ સરદાર બાગ રોડ એચડીએફસી બેન્ક સામે વાલ્મિકી ગાર્ડનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને લખનવ સુપર વચ્ચે ચાલતી 20 – 20 ક્રિકેટ મેચ પર જુગાર રમતો હોવાની વાલજીભાઈ જાડા ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી શખ્સને ઝડપી લઇ મોબાઈલમાં હારજીતનો જુગાર રમતો હોવાની તેની ધરપકડ કરી મોબાઈલ મળી સહિતનો મુદ્દામાલ કબજે કરી અને કોની પાસે કપાત કરતો હોવા સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતો સાગર મહેશ વાલેચા નામનો શખ્સ દસ્તુર માર્ગ સરદાર નગર શેરી નંબર 14 ના ખૂણા પાસે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને લખનવ સુપર જાયન્ટ વચ્ચે ક્રિકેટ મેચ પર હાર જીતના સોદા કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સાગર વલેચા નામના શખ્સની ધરપકત કરી રન ફેરના સોદા કરી હાર્દિક નો જુગાર રમતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત જંકશન જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ગાયકવાડી માં રહેતા મુરલી ઉર્ફેક કાનો વિનોદ સિંધી નામનો હેમુ ગઢવી હોલ ની સામે નાના ની બહાર ઇન્દ્રપ્રસ્થ નગર ના ખૂણે પંજાબ કિંગ્સ ઇલેવન વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી ક્રિકેટ પર મોબાઇલમાં હાર જીતનો જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે પીસીબીના હરદેવસિંહ રાણા અને મહીપાલસિંહ ઝાલા એ દરોડો પાડી મુરલી ઉર્ફે કાનો સિંધીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોપટ પરા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા તેજસ અરવિંદ સવાણી નામનો શખ્સ રેલ્વે સ્ટેશન રોડ પોપટ પરા ના પાસે હનુમાનજી દાદાના મંદિરના ઓટે લખનવ અને કલકત્તા વચ્ચે ચાલતી આઈપીએલ મેચમાં રનફેરનો જુગાર રમી સોદા લખાવી હોવાની ક્રાઈમ બ્રાન્ચ ના હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે એએસઆઈ ચેતનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી તેજસ સવાણીની અટકાયત કરી તેનો ₹10,000 ની કિંમત નો મોબાઇલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.