શ્વાન ના પ્રશ્ન ચાલતી માથાકૂટમાં ઠપકો આપવા ગયેલા ત્યારે પાઇપ અને ધોકા વડે માર માર્યો
Rajkot,તા.09
પડધરી તાલુકા ના ખંઢેરી ગામે સ્વાન ના પ્રશ્ન ચાલતી માથાકૂટ પ્રશ્ન પિતરાઈ ભાઈ પર બે ભાઈ અને પુત્ર ધોકા અને પાઇપ વડે માર માર્યા અંગેની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વધુ વિગત મુજબ પડધરી તાલુકાના ખંઢેરી ગામે રહેતા કાનાભાઈ રામભાઈ ચાવડાએ પિતરાઈ ભાઈ વિમલ કરણ ચાવડા, પ્રતાપ લક્ષ્મણ ચાવડા અને કરણ લક્ષ્મણ ચાવડાએ ધોકા અને પાઇપ વડે માર માર્યા અંગેની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં ફરિયાદી કાનાભાઈ ચાવડા ના કાકાના પુત્ર પ્રતાપભાઈ ને કહેલ કે તારા મોટાભાઈ કરણભાઈ નો પુત્ર શેરીમાં છૂટો મૂકી દેતા હોય જેથી અમોને આવવા જવામાં તકલીફ પડે છે અને અગાઉ બે થી ત્રણ વાર તમારા ભાઈ કરણભાઈ ને આ બાબતે કહેતા કરણભાઈ અને તેનો પુત્ર વિમલ મારી સાથે ઝઘડો કરેલ હોય તેથી તમો તેને સમજાવો તેમ કહેતા પ્રતાપભાઈ એ પણ મારી સાથે બોલાચાલિત કરી અને તેના ભાઈ કરણ અને પુત્ર ભત્રીજા વિમલ ની મદદ થી લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારતા હોય ત્યારે પત્ની અને પુત્રી બચાવવા વચ્ચે આવેલા થી ત્રણે શકશું નાસી ગયા હતા. બાદ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બાદ પડધરી પોલીસ મથકને જાણ થતા તેઓ એમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતા પુત્ર સહિત ત્રણે સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.