Rajkot,તા.10
મેટોડા જીઆઈડીસીથી એક અત્યંત અમાનુષી બનાવના અહેવાલ સામે આવી રહ્યા છે. જીઆઈડીસી સ્થિત એક કંપનીમાં ગાય બાંધવાના વંડામાં વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જે ઘટના સીસીટીવીમાં કેદ થતાં કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા મેટોડા પોલીસે બિહારી શખ્સની ધરપકડ કરી છે. મેટોડા જીઆઇડીસી પોલીસે આરોપી સામે પશુ પ્રત્યે ઘાણકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી આ નરાધમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાછરડા સાથે આ પ્રકારનું હીન કૃત્ય આચરનાર આ નરાધામ પ્રત્યે ફિટકારની સાથે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી.
આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એસ.અને.કે સ્કુલ પાછળ નંદીપાર્કમાં રહેતા મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૧ માં આવેલા પ્લોટ નં.૨૮૧૯ માં આવેલા સાગર પોલિટેકનિક લી.માં નોકરી કરનાર પ્રતિકભાઇ ધરમશીભાઇ વડુકર(ઉ.વ ૪૨) દ્વારા મેટોડા જીઆઇડસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કંપનીમાં કામ કરનાર મજુર કારાકુમાર ઘુરી ચૌહાણ(રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૧ સાગર પોલિટેનિકટ,મેટોડા, મૂળ બિહાર) નું નામ આપ્યું છે.
પોલીસે ફરિયાદને લઇ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી અહીં કંપનીમાં મજુરી કામ કરે છે.કંપનીમાં ગાયો બાંધવાનો વાડામાં આરોપી અહીં વાછરડા સાથે તા.૮/૪ ના રાત્રીના સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.જે ઘટના અહીં લગાવેલા સીસીટીવી કેમેરમાં કેદ થઇ ગઇ હતી.જે વાત કંપની સુધી પહોંચતા તેમણે આ વીડિયોને લઇ પોલીસને જાણ કરી હતી.બાદમાં આ મામલે ફરિયાદ નોંધાવવાનું નકકી કરી કંપનીના જવાબદાર અધિકારી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.