Morbi,તા.12
નંબર પ્લેટ વગરના, લાયસન્સ ના હોય સહિતના નિયમભંગ કરનાર સામે કેસ
મોરબી જીલ્લા પોલીસ દ્વારા અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે ગત તા. ૧૧ ના રોજ સાંજે ભારે વાહન ચેકિંગ ડ્રાઈવનં આયોજન કરાયું હતું જેમાં જીલ્લા પોલીસની ટીમોએ સરપ્રાઈઝ વાહન ચેકિંગ દરમિયાન કુલ ૪૨૨ વાહનો ચેક કર્યા હતા
ડ્રાઈવ દરમિયાન નંબર પ્લેટ વગરના ૧૯ વાહનચાલકો સામે કેસ, સામાન ભરેલ વાહનમાં તાલપત્રી લગાવેલ ના હોય તેવા ૧૨ કેસો, લાયસન્સ ના હોય તેવા ૨૩ કેસો કરવામાં આવ્યા હતા રોંગ સાઈડ/વધુ ગતિથી વાહન ચલાવનાર ૦૭ વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અડચણરૂપ પાર્ક કરેલ ૦૩ વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન એમવી એક્ટ ૨૦૭ મુજબ ૧૯ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા તેમજ કુલ રૂ ૪૫,૩૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો