Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વર્ષે Shilpa Shetty ના ઘરે ગણેશ ઉત્સવ નહીં ઉજવાય

    August 27, 2025

    પ્રિયદર્શનની ફિલ્મ ‘Haiwan’ માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે સૈયામી ખેરની એન્ટ્રી

    August 27, 2025

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વર્ષે Shilpa Shetty ના ઘરે ગણેશ ઉત્સવ નહીં ઉજવાય
    • પ્રિયદર્શનની ફિલ્મ ‘Haiwan’ માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે સૈયામી ખેરની એન્ટ્રી
    • Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ
    • Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા
    • Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
    • Rajkot: કારખાનાની લિફ્ટમાં માથું છુંદાઈ જતાં યુવકનું મોત
    • Ahmedabad: કિશોરી પર દુસ્કર્મ નો કેસઃ યુવતી સહિત ૩ આરોપીને ૨૦-૨૦ વર્ષ કેદ
    • Anand: બસ અને ટ્રક વચ્ચે રીક્ષા કચડાઈ જતાં મામા-ભાણેજનું કરુણ મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian stock market માં સ્ટોક સ્પેસિફિક વેલ્યુબાઇંગ દ્વારા તેજી…!!!
    વ્યાપાર

    Indian stock market માં સ્ટોક સ્પેસિફિક વેલ્યુબાઇંગ દ્વારા તેજી…!!!

    Vikram RavalBy Vikram RavalApril 12, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે ભારતીય શેરબજાર ભારે વોલેટાઈલ બન્યું છે. અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ટ્રમ્પનું વર્લ્ડ ટ્રેડ વોર હવે વિશ્વ સામે નહીં, પરંતુ ચાઈના વિરૂધ્‌ધ પરિણમતા ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય દેશો પર પોતાનું વલણ હળવું કરતા વૈશ્વિક શેરબજારોમાં મજબૂતાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી.

    સ્થાનિક બજારની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરાતા ફુગાવામાં ઘટાડો અને વપરાશ માંગ વધવાના અંદાજ સાથે આગામી સમયમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો જાહેર થવાના પગલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    અમેરિકાના ટેરિફના પરિણામે વિશ્વ મહા વેપાર યુદ્ધમાં હોમાયું છે. અમેરિકામાં આયાત પર વિશ્વના અનેક દેશો પર આકરાં ટેરિફ લાગુ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં વલણ સામે જેવા સાથે તેવાની નીતિમાં ચાઈનાએ અમેરિકાથી થતી ચીજોની આયાત પર ૧૪૫% લાગુ કરવાનો નિર્ણય લેતાં અને યુરોપના દેશો પણ અમેરિકા સામે આકરાં ટેરિફ પગલાં લેવાની તૈયારીમાં હોવાના અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારમાં વેચવાલીના દબાણે ઝડપી પીછેહઠ જોવા મળી હતી. અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય ૭૫ જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર ૯૦ દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં રીકવરી જોવા મળી હતી.

    ૨, એપ્રિલના ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાદીને બાકાત રાખવાના સંકેત આપ્યા બાદ હવે ટૂંક સમયમાં ટેરિફ લાદવાનું જાહેર કરવાના કરેલા નિવેદને અને અમેરિકાએ ચાઈના પર આકરાં ટેરિફ લાગુ કરતાં અને વળતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાદતાં વૈશ્વિક મેટલ વેપાર ખોરવાઈ જવાની દહેશત વચ્ચે લંડન મેટલમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં અને ભારતના મેટલ આયાત માટેના ક્વોલિટી માપદંડો આકરાં હોવાનું કહી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ આયાતની મંજૂરી આપવા ભારત પર દબાણ કરવાની શરૂઆત તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની અમેરિકામાં આયાત પર આકરાં ટેરિફના પરિણામે ઓટો ઉદ્યોગમાં મંદીના એંધાણની શક્યતા જોવાઈ રહી છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી તેમજ ૦૯ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૩૮૨૮.૯૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી તેમજ ૦૯ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૩૨૧૨૨ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ભયાનક ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ટેરિફ બોંબ ઝીકી ખળભળાટ મચાવી રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ મોટી જાહેરાત કરીને વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલની કિંમતમાં એક ઝાટકે ઘટાડો કરતાં તેની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આ નિર્ણયના કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક મંદીનો ખતરો વધી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર ટેરિફ વોરથી વૈશ્વિક માંગને ગંભીર અસર થઈ રહી છે.

    બીજી તરફ સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં માર્કેટમાં વધુ ઉથલપાથલ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. ટેરિફને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓને કારણે રિઝર્વ બેન્કે પણ વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૭૦% પરથી ઘટાડી ૬.૫૦% કર્યો છે. ફુગાવાની ધારણાં પણ ૪.૨૦% પરથી ઘટાડી ૪% કરાઈ છે. ટેરિફમાં કરાયેલા વધારાથી ભારત પર તેની અસર અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી છે, જો કે ટેરિફ વધવાથી વેપાર ગૃહો તથા વપરાશકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચના નિર્ણયોને અસર થશે જેનું પરિણામ આર્થિક વિકાસ પર પડશે.

    વેપારમાં નરમાઈને કારણે વૈશ્વિક વિકાસ પર સૂચિત અસર સ્થાનિક વિકાસ પર જોવા મળશે એટલું જ નહીં દેશની નિકાસ પર પણ નકારાત્મક અસર જોવા મળશે. ત્યારે આ પરિસ્થિતિ અને અસાધારણ અનિશ્ચિતતાના વર્તમાન સમયમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે, ઉપરાંત ચાઈનાના આકરાં તેવર સામે ટ્રમ્પ ભારત માટે કોઈ સમજૂતી કરવા કે ભારત યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઝડપ કરે છે કે શું તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ઇન્ફોસિસ લિમિટેડ (૧૪૨૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૩૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટર સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૪૪૪ થી રૂા.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)હેવેલ્સ ઇન્ડિયા (૧૫૩૩) : આ સ્ટોક રૂા.૧૪૯૪નો પ્રથમ અને રૂા.૧૪૮૦ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૫૫૩ થી રૂા.૧૫૬૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૨૧) : ૫૦૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૧૮૦ પ્રથમ તેમજ રૂા.૧૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  રિફાઇનરી । માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૨૪૪  થી રૂા.૧૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

    (૪)લુપિન લિમિટેડ (૧૯૭૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૦૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૦૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૯૫૦ થી રૂા.૧૯૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૦૪૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ) SBI લાઇફ (૧૫૨૭) : રૂા.૧૫૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૫૬૦  ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૪૯૪ થી રૂા.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬) HCL ટેકનોલોજી (૧૩૯૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૪૩૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૪૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૩૭૩ થી રૂા.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૪૪૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) ઓરિયન્ટ ટેક્નોલોજી (૩૪૦) : ઇ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૧૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) વેલિયન્ટ ઓર્ગેનિક્સ (૩૫૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૩૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) કિનોટ ફાઈનાન્શિયલ સર્વિસીસ (૩૯૭) : રૂ.૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૧૪ થી રૂ.૪૨૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) સિરકા પેઈન્ટ્‌સ (૨૪૪) : પેઈન્ટ્‌સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૪ થી રૂ.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) એપેક્સ ફ્રોઝન ફૂડ્‌સ (૨૦૦) : રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી સીફૂડ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) ટૂરીઝમ ફાઈનાન્સ કોર્પોરેશન (૧૬૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૪ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) જીપીટી હેલ્થકેર (૧૬૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) ગેઈલ (ઈન્ડિયા) લિ. (૧૬૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રાન્સમિશન/માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૮ થી રૂ.૧૮૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) બાલ ફાર્મા (૯૮) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨) એસજેવીએન લિ. (૮૬) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને ૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) એચબી સ્ટોક હોલ્ડિંગ્સ (૭૭) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૮ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) BCPL રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૬૩) : રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૪ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

    શેરબજારમાં અસ્થિરતાને કારણે ૪૪ કંપનીઓ દ્વારા રૂ.૬૬,૦૦૦ કરોડના IPO મોકૂફ…!!

    શેરબજારમાં સતત અસ્થિરતાને કારણે ૪૪ કંપનીઓએ તેમની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) લાવવાની યોજનાઓને મોકૂફ રાખી છે.આઇપીઓ રૂટ દ્વારા સામૂહિક રીતે લગભગ રૂ. ૬૬,૦૦૦ કરોડ એકત્ર કરવા માંગતી આ કંપનીઓને તેમની ઓફરો શરૂ કરવા માટે મૂડી બજાર નિયમનકાર, સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીઓ તેમની લિસ્ટિંગ યોજનાઓ સાથે આગળ વધતા પહેલા સ્થાનિક શેરબજાર સ્થિર થવાની રાહ જોઈ રહી છે.

    સેકન્ડરી માર્કેટમાં સતત અસ્થિરતાએ આઇપીઓ પ્રવૃત્તિઓ પર અસર કરી છે કારણ કે રોકાણકારો વધુ જોખમ લેવાનું ટાળી રહ્યા છે અને બજારની ગતિશીલતા બગડતી જાય છે, તેથી નવી કંપનીઓમાં રોકાણ કરવા માટે નિરસ વલણ ધરાવે છે. ભારતીય ઇક્વિટી બજારમાં છેલ્લા કેટલાક મહિનામાં તીવ્ર વેચાણ જોવા મળ્યું છે, જેમાં બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ટોચ પરથી ૧૪% સુધી ઘટતાં રોકાણકારોની રૂ.૯૦ લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થયું છે.

    વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મજબૂત ભંડોળનો પ્રવાહ, આર્થિક વૃદ્ધિમાં મંદી,નબળી કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાએ પણ આઇપીઓ માટે ક્રેઝ ઓછો કર્યો છે. ૨૦૨૪માં તેજી પછી, બજારના નબળા સેન્ટીમેન્ટ વચ્ચે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઇપીઓ બજારમાં પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં,૧૦ મુખ્ય બોર્ડ આઇપીઓએ સંચિત રીતે રૂ.૧૬,૦૦૦ કરોડ એકત્ર કર્યા,જે ૧૫ કંપનીઓ દ્વારા એકઠા કરાયેલા રૂ.૨૫,૪૦૦ કરોડ કરતા ૩૭% ઓછા હતા.

    ટેરિફ વોર વચ્ચે RBI એ રેપો રેટમાં ૦.૨૫% બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો…!!

    ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની શરૂઆત કરતાં આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેતાં રેપો રેટમાં ૦.૨૫%બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આ જાહેરાત સાથે જ રેપો રેટ હવે ૬.૨૫%થી ઘટીને ૬%થઈ ગયો છે.

    એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. આ માહિતી આરબીઆઈના ગવર્નરે આપી હતી. અગાઉ ૨૦૨૪-૨૫ની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. ત્યારે ૬.૫૦%થી રેપો રેટને ઘટાડીને ૬.૨૫%પર લાવી દેવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો.

    રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલરનો ઘટાડો થવાની શક્યતા…!!

    અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ૨૬  રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે. આ આંકડો ૨૦૨૫માં અમેરિકામાં થતી કુલ નિકાસ કરતા ૬.૪૧ ટકા ઓછું હશે તેમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)એ એક રિપોર્ટમાં જણાવ્યું હતુ.રિપોર્ટ અનુસાર, સ્ટીલ અને લોખંડની નિકાસમાં ૧૮ ટકા, હીરા-સોના અને સંબંધિત પ્રોડક્ટોની નિકાસમાં ૧૫.૩ ટકા, વાહનો અને સ્પેરપાટ્‌ર્સની નિકાસમાં ૧૨.૧ ટકા અને ઇલેક્ટ્રિકલ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસમાં ૧૨ ટકાનો ઘટાડો થઈ શકે છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૮૯.૮૧ અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. આ સિવાય નિકાસમાં સંભવિત ઘટાડો જોવા મળી શકે તેવા અન્ય ક્ષેત્રોમાં પ્લાસ્ટિક (૯.૪ ટકા), કાર્પેટ (૬.૩ ટકા), પેટ્રોલિયમ ઉત્પાદનો (૫.૨ ટકા), ઓર્ગેનિક કેમિકલ (૨.૨ ટકા) અને મશીનરી (૨ ટકા)નો સમાવેશ થાય છે.

    જોકે ભારતના કાપડ, મેક-અપ્સ, એપેરલ, સિરામિક પ્રોડક્ટો, નોનકાર્બનિક કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં નિકાસ વધવાની શક્યતા છે. પેટ્રોલિયમ, સોલાર પેનલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી કેટલીક પ્રોડક્ટ કેટેગરીને રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારતની અમેરિકામાં કુલ નિકાસમાં તેમનો હિસ્સો ૨૨.૭ ટકા અથવા ૨૦.૪ અબજ ડોલર છે. તેવી જ રીતે, અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ, વાહનો અને તેમના પાટ્‌ર્સ પર ૨૫ ટકાનો વધારાનો કર લાદ્યો છે. આ માલની નિકાસ ૨.૨ અબજ ડોલરની હોય છે, જે અમેરિકામાં થતી કુલ નિકાસના માત્ર ૨.૫ ટકા છે.

    નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પીએસયુ કંપનીઓએ અંદાજીત રૂ.૧.૫ લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું…!!

    નાણાંકીય વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)એ શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું છે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટએ જણાવ્યું હતું કે આ વર્ષે પીએસયુએ કુલ રૂ.૧.૫ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સરકારી સાહસો દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પે-આઉટ છે. ઉપરોક્ત કુલ ડિવિડન્ડમાંથી, કેન્દ્ર સરકારને રૂ.૭૪,૦૧૭ કરોડનું ડિવિડન્ડ મળ્યું છે, જે ગત વર્ષ કરતા ૧૬% વધુ છે. આ ઐતિહાસિક ડિવિડન્ડ ચૂકવણી સરકારને રાજકોષીય ખાધ ઘટાડવા અને મૂડીખર્ચ વધારવામાં મદદ કરશે. આ સાથે સરકારી એકમોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે નિર્ધારિત મૂડી ખર્ચ એટલેકે કેપેક્સ લક્ષ્યાંક પણ પ્રાપ્ત કર્યો છે અને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ના નાણાં વર્ષ માટે કેપેક્સ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    મંદ માંગને પરિણામે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ પડી…!!

    સેવા ક્ષેત્ર પૂરી પાડતી કંપનીઓ દ્વારા સેવા પેટેના ચાર્જિસમાં સાડાત્રણ વર્ષનો ધીમો વધારો છતાં, માર્ચમાંસેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ પડી હોવાનું એકસર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.મંદ માંગને પરિણામે રોજગાર નિર્માણમાં પણ ઘટાડોજોવા મળ્યો હતો. જઙ ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ સેવાક્ષેત્રનો ઇંજઇઈ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ ગત મહિને ઘટી ૫૮.૫૦ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૯ જોવા મળ્યો હતો.જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

    ફેબ્રુઆરીની સરખામણીએ માગ મંદ રહી છેઆમછતાં સ્થાનિક સ્થળે તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથીમાંગનું ચિત્ર મજબૂત જળવાઈ રહ્યું છે. સેવા ક્ષેત્રનો ઙખઈં ઊંચો જાળવી રાખવામાં સ્થાનિકમાંગની મુખ્ય ભૂમિકા રહી છે અને નવા વેપારમાં વૃદ્ધિની માત્રા પણ જોરદાર જોવા મળી છે જો કે ફેબ્રુઆરીની સરખામણીએ વૃદ્ધિ સાધારણ ધીમી રહી છે. કાચા માલના ફુગાવાનું દબાણ હળવું થયું છે અને કાચા માલની કિંમતોમાં પાંચ મહિનાનો ધીમોવધારો થયો છે. આને પરિણામે તીવ્ર સ્પર્ધા વચ્ચે સેવા પેટેના ચાર્જિસમાં સપ્ટેમ્બર, ૨૦૨૧ બાદસૌથી નબળો વધારો જોવા મળ્યો છે.વિદેશમાંથી માંગ મંદ રહી છે અને આંતરરાષ્ટ્રીય ઓર્ડરોમાં વૃદ્ધિ પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે,જે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટેરિફ વોરની વૈશ્વિક અર્થતંત્રમાં બદલાવના પ્રારંભિક સંકેત આપે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

    Indian Stock Market stock-specific value buying
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વર્ષે Shilpa Shetty ના ઘરે ગણેશ ઉત્સવ નહીં ઉજવાય

    August 27, 2025

    પ્રિયદર્શનની ફિલ્મ ‘Haiwan’ માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે સૈયામી ખેરની એન્ટ્રી

    August 27, 2025

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025

    Morbi ના રફાળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા

    August 27, 2025

    Amreli: સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

    August 27, 2025

    Rajkot: કારખાનાની લિફ્ટમાં માથું છુંદાઈ જતાં યુવકનું મોત

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વર્ષે Shilpa Shetty ના ઘરે ગણેશ ઉત્સવ નહીં ઉજવાય

    August 27, 2025

    પ્રિયદર્શનની ફિલ્મ ‘Haiwan’ માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથે સૈયામી ખેરની એન્ટ્રી

    August 27, 2025

    Sunny Sanskari માં વરુણ, જાહ્નવી, સાન્યા, રોહિતનો ટિ્‌વસ્ટેડ રોમાન્સ

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.