Morbi,તા.14
પોલીસે દારૂ અને કાર સહીત ૭.૭૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો
શકત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રેડ કરી પોલીસે ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૨૮૮ બોટલનો જથ્થો જપ્ત કરી કાર અને દારૂ સહીત ૭.૭૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી ક્રેટા કાર જીજે ૩૬ એલ ૯૧૭૯ વાળીમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૦, બ્લેન્ડર પ્રાઈડ બોટલ નંગ ૯૬, સિગ્નેચર બોટલ નંગ ૧૨૦ અને રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ ૧૨ સહીત કુલ દારૂની બોટલ નંગ ૨૮૮ કીમત રૂ ૭૩,૫૭૬ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૭,૭૩,૫૭૬ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી કાર ચાલક હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે