બોલીવુડમાં નવા જમાનાનાં પરિવર્તન અને પ્રયોગો થઇ રહ્યા છે.નવી પેઢીના નિર્માતા અને દિગ્દર્શકો તેમની નવી ફિલ્મોમાં નવા અને વિશિષ્ટ તત્વો ઉમેરે છે.સાથોસાથ સંગીત નિર્દેશકોપણ તેમની સંગીત ધૂનને કર્ણપ્રિય બનાવવા પ્રયાસ કરે છે.જ્યારે કેટલાક સંગીત નિર્દેશકો તો તેમની સંગીત ધૂનમાં જૂનાં ગીતોનું મિશ્રણ કરીને તેને નવા સ્વરૂપમાં રજૂ કરવાના પ્રયોગો પણ કરે છે.તો વળી,કેટલીક ફિલ્મોમાં જૂની ફિલ્મનું એકાદ લોકપ્રિય ગીત તેના મૂળ સ્વરૂપમાં રજૂ કરીને દર્શકોને રાજીના રેડ કરી દે છે.આવા પ્રયોગને બોલીવુડમાં રિમિક્સ કહેવાય છે.ઉદાહરણરૂપે અભિનેતા જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે ફિલ્મનું દિલબર ગીત બહુ લોકપ્રિય બન્યું હતું. બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ દિલબર ગીતને યુ ટયુબ પર૧૦ કરોડ લોકોએ જોયું અને પસંદ કર્યું હતું. ખરેખર તો આ દિલબર ગીત ૧૯૯૯માં રજૂ થયેલી સિર્ફ તુમ ફિલ્મનું છે જેને સંગીત બેલડી નદીમ-શ્રવણે બનાવ્યું છે. હવે સત્યમેવ જયતેના સંગીત નિર્દેશક તનીષ્ક બાગચીએ સિર્ફ તુમ ફિલ્મના દિલબર ગીતની ધૂનમાં થોડાઘણા ફેરફાર કરીનેનવું ગીત બનાવ્યું છે.હા,સત્યમેવ જયતે ફિલ્મમાં રજૂ થયેલા દિલબર ગીતને પડદાપર બહુ નવતર સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.સત્યમેવ જયતે ફિલ્મના દિગ્દર્શક મિલાપ ઝવેરી કહે છે, દિલબર ગીતને એરેબિક સ્પર્શ આપવામાં આવ્યો છે.પડદા પર આ ગીત રજૂ થાય ત્યારે દર્શકો રીતસર ઝૂમી ઉઠે છે.તેમનાં તન-મનમાં તરવરાટ અને થનગનાટનો અનુભવ થાય છે.આમ તો આ ગીતની પસંદગી નિર્માતા ભૂષણકુમારે કરી હોવાથી હું તેમનો આભારી છું.વળી,દિલબર ગીતને દ્વની ભાનુશાળીએ બહુ મીઠા સૂરમાં ગાયું છે.રિમિક્સ એક એવો ટ્રેન્ડ છે જેના અપાર ટીકાકારો છે અને અપાર ચાહકો પણ છે. ટીકાકારો કહે છે કે મૂળ ધુન સંગીતકારે કેટકેટલા જતનથી બનાવી હોય છે. ગીતનો સમય, મૂડ, શબ્દ વગેરેને અનુરૂપ ધુન બનાવી હોય. એની આગવી ઓળખ હોય એટલે જ એ ગીત હિટ થયું હોય અને લોકોના મનમાં એવું અંકાઈ ગયું હોય કે ગમે ત્યારે મૂડમાં આવે તો એ ગીત ગણગણવા લાગે. ગીતની ધુન એવી મનમોહક હોય કે આજની પેઢીના યુવાઓ પણ એ ગીત ગણગણતા હોય છે. એને રિમિક્સ કરતી વખતે માત્ર બીટ્સ પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે. એમાં જ ફેરબદલ કરાય છે. બાકીનું બધું તો જેમનું તેમ જ રહે છે. છતાં બીટ અને ગાયક બદલાઈ જવાથી ગીતનું મૌલિક માધુર્ય જળવાતું નથી.ફિલ્મજગતના નિરીક્ષકો સ્પષ્ટ રીતે માને છે કે નવા ફિલ્મસર્જકો સફળતાના શોર્ટકટ તરીકે જ જૂની ફિલ્મની વાર્તાઓ અને ગીતોને રૂપ બદલીને પોતાની ફિલ્મમાં ઉપયોગ કરી લે છે. ફિલ્મની વાર્તાને નવેસરથી નવી ફિલ્મમાં ઉપયોગમાં લેવાના સાહસોમાં શરૂઆતમાં સફળતાય મળી. પરંતુ રામગોપાલ વર્મા કે શોલે જેવી ફિલ્મો પછી હવે સફળતાનો ટ્રેક રહ્યો નથી.અત્યારે જૂના હિટ ગીતોને નવી ફિલ્મોમાં રિમીક્સ કરીને ફિલ્મ લોકપ્રિય બનાવવાની કવાયત ચાલી રહી છે. તદ્દન નજીકમાં જોઈએ તો શાહરૂખ ખાનની ફિલ્મ રઈસમાં લૈલા મેં લૈલાપ ગીત હિટ રહ્યું હતું. આ ગીત ૧૯૮૦માં ફિરોઝખાને રજુ કરેલી ફિલ્મ કુરબાનીનું સુપરહિટ ગીત હતું. ઓકે જાનું ફિલ્મમાં હમ્મા હમ્મા! ગીત પ્રેષકોને ગમી ગયું હતું. એ ગીત ૧૯૯૫માં રજુ થયેલી ફિલ્મ બોમ્બેનું છે. એ ફિલ્મ માટે એ. આર. રહેમાને આ ગીત બનાવ્યું હતું અને ઓકે જાનુંમા એ. આર. રહેમાને જ એનું રિમિક્સ વર્ઝન બનાવી લીધું. હમણાં રજુઆત પામેલી ફિલ્મ રંગૂનમાં ટિપ્પાપ ટિપ્પાપ ગીત લોકપ્રિય બન્યું છે. ફિલ્મના સંગીતકાર વિશાલ ભારદ્વાજે વર્ષો પહેલાં ટીવી સીરીયલ એલિસ ઈન વન્ડરલેન્ડ માટે આ ગીત બનાવ્યું હતું અને એમાં ખુબ લોકપ્યિ પણ થયું હતું.
વજહ તુમ હો ફિલ્મમાં ઝરીનખાન માહી વૈ ગીત ઉપર પોતાની માદક અદાઓ વિખેરે છે. આ ગીત ૨૦૦૨માં રજુ થયેલી ફિલ્મ કાંટેનું લોકપ્રિય ગીત છે. આજ ફિલ્મમાં પલ પલ દિલ કે પાસપ ગીત પણ હતું. જેમાં ગુરમિતચૌધરી અને સના ખાન રોમાન્સ કરે છે. આ ગીત પણ ધર્મેન્દ્રની ૧૯૭૩માં આવેલી ફિલ્મ બ્લેકમેઈલમાંથી લેવામાં આવ્યું હતું. કમાન્ડો-ટુ ફિલ્મમાં હરે કૃષ્ણા હરે રામા ગીત જોવા મળે છે. આ ગીત ૨૦૦૭માં રજુ થયેલી ફિલ્મ ભુલભુલૈયાનું છે જોકે એ ફિલ્મમાં ૫ણ આ ગીત ૧૯૭૧માં રજુ થયેલી ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નામાંથી લેવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ શાહરૂખની ફિલ્મ ડીયર જિંદગીમાં હૃદયસ્પર્શી ગીત અય ઝિન્દગી ગલે લગા લેપ મન મોહી લે છે. આ ગીત ૧૯૮૧માં રજુઆત પામેલી ફિલ્મ એક દૂજે કે લિયેમાંથી લઈ લેવામાં આવ્યું છે. એ જ રીતે ફિલ્મ કાબિલમાં સારા ઝમાનાપ હસીનોં કા દીવાનાપ સાંભળવા મળે છે. એ ગીત ૧૯૮૧માં રજુ થયેલી ફિલ્મ યારાનામાંથી ઉઠાવી લેવામાં આવ્યું છે.આ ટ્રેન્ડ વીષે અગાઉ જોયું તેમ બે મત પ્રવર્તે છે. એવું નથી કે વડીલોને આ નથી ગમતું અને યુવાઓ તેને પસંદ કરે છે. યુવાઓનો એક વર્ગ માને છે કે આ રીતે રિમિક્સ કરવાથી જૂના યાદગાર ફિલ્મી ગીતો જે લોકોને સાંભળવા તો ગમતા હોય છે, પરંતુ ખૂબ જૂના હોવાથી સરળતાથી સાંભળી શકાતા નથી. એવા ગીતો નવા રંગરૂપમાં નવેસરથી આવે તો જૂની યાદો અને નવી ફ્લેવર બધાને આકર્ષી જાય છે. એની સામે યુવાઓનો બીજો એક વર્ગ એવું કહે છે કે જો સ્થાપિત સંગીતકારોને હવે અત્યાર પુરતું નવું કંઈ ન સૂઝતું હોય તો તેમણે નવી યુવાન ટેલેન્ટને તક આપવી જોઈએ. ઈન્ટરનેટ અને યુ-ટયૂબ ઉપર જ નસીબ અજમાવીને સફળ થવા મથી રહેલા ટેલેન્ટેડ ગીતકારો અને સંગીતકારોનો તોટો નથી. આ લોકો નિતનવા શબ્દો અને નવી ધુનોનું સર્જન કરી શકે છે. એમને તક આપો. જૂના ગીતો ફરીફરીને વાપરવાથી આવા ટેલેન્ટેડ યુવાનોને એક રીતે મોટો અન્યાય થઈ રહ્યો છે.વર્ષમાં એકાદ ફિલ્મમાં એકાદ ગીત આવું રિમિક્સ આવે તો ઠીક છે, પરંતુ વર્ષમાં આવાં ડઝન-બે ડઝન ગીતો આવી જાય તો એ ગીતકારો અને સંગીતકારો માટે સારી વાત ન જ કહી શકાય.જૂના ગીતો નવી બોટલમાં એટલે કે નવા રંગરૂપમાં વાપરવાના આ ટ્રેન્ડને પસંદ કરીએ કે ન કરીએ. અત્યારે તો આ ટ્રેન્ડ પુરબહાર છે. હમણાં જ રજુ થયેલી ફિલ્મ મશીનમાં જૂની ફિલ્મ મોહરાનું ગીત તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્તપ સાંભળવા મળ્યું. ડેવિડ ધવન પોતાની ફિલ્મ જુડવાંનું ગીત ઊંચી હૈ બિલ્ડિંગ અને ટન ટના ટન ટન ટન તારા જુડવાં-ટુમાં વાપરવાનું વિચારી રહ્યા છે. સોનાક્ષી સિંહાની ફિલ્મ નુરમાં ૧૯૭૦માં રજુ થયેલી ફિલ્મ ધી ટ્રેઈનનું ગીત ગુલાબી આંખેં જો તેરી દેખીં! નવા સ્વરૂપે ફિલ્માવવામાં આવ્યું છે. પ્રેક્ષકો આ ટ્રેન્ડને સદંતર નકારી ન દે ત્યાં સુધી તો આવું ચાલ્યા જ કરશે.૨૦૧૭-૨૦૧૮માં રજૂ થયેલી અમુક ફિલ્મોમાં જૂની ફિલ્મોનાં ગીતોને રિમિક્સના સ્વરૂપમાં રજૂ કરાયાં છે.આ રહ્યાં તે રિમિક્સ ગીતો.
* લૈલા ઓ લૈલાઃ શાહરૂખ ખાનની ફિલ્મ રઇસમાં રિમિક્સ ગીત લૈલા ઓ લૈલા છે.આમ તો લૈલા ઓ લૈલા ગીત કુરબાની (૧૯૮૦ – નિર્માતા – અભિનેતા ફિરોઝ ખાન) ફિલ્મનું છે જેની સંગીત મય ધૂન કલ્યાણજી- આણંદજીએ બનાવી છે અને તેના ગીતકાર છે ઇન્દીવર.મૂળ ગીત લૈલા ઓ લૈલા પડદા પર ફિલ્માંકન તે જમાનાની સુપર સ્ટાર અભિનેત્રી ઝીનત અમાન પર થયું હતું અને સુપરહીટ પર થયું હતું.રઇસ ફિલ્મમાં રજૂ થયેલું રિમિક્સ લૈલા ઓ લૈલાગીત ગીતકાર જાવેદ અખ્તરે લખેલું છે અને પડદા પર તેનું ફિલ્માંકન અભિનેત્રી સન્ની લીઓન પર થયું છે. સન્ની લીઓન કહે છે, મેં લૈલા ઓ લૈલા રિમિક્સ ગીત માટે ૧૦ દિવસ સુધી પ્રેક્ટિસ કરી હતી. મને આ ગીતના કોરિયોગ્રાફર સીઝરે મને ઘણી મદદ કરી હતી.વળી,મેં મૂળ ગીત લૈલા ઓ લૈલાનો વિડિયો પણ જોયો હતો જેથી ઝીનત અમાનેતેમાં કેવુંનૃત્ય કર્યું તેનીમાહિતી મળી હતી.જોકે રઇસ ફિલ્મમાં કોરિયોગ્રાફર સીઝરે તેના સ્ટેપ્સમાં થોડા ફેરફાર કર્યા હતા.ઉપરાંત મારી હેર સ્ટાઇલમાં પણ આકર્ષક ફેરફાર કરાયા હતા. સૌથી મહત્વની બાબત એ હતી કે આ રિમિક્સ ગીતના ડાન્સમાં મારી સાથે શાહરૂખ ખાન પણ છે.સમગ્ર રીતે કહીએ તો રઇસના રિમિક્સ ગીત લૈલા ઓ લૈલા પડદા પર બહુ મજેદાર રીતે રજૂ થયું છે.સન્ની લીઓન કહે છે, આ ગીતના ડાન્સમાં મારી સાથે શાહરૂખ ખાન પર છે એવી માહિતી મળી ત્યારે મને શરૂઆતના તબક્કે થોડો ગભરાટ થયો હતો.જોકે શાહરૂખ ખાને સેટ પર આવીને મારી સાથે પ્રેમાળ ભાષામાં વાતોે કરી.ગીત વિશે ચર્ચા પણ કરી એટલે મારો ગભરાટ દૂર થઇ ગયો.છેવટેઅમે ત્રણ-ચાર દિવસમાંઆ રિમિક્સ ગીતનું શૂટિંગ પૂરું કરી શક્યા હતા.
* સારા ઝમાનાઃ બીગ અમિતાભ બચ્ચન,આલા દરજ્જાના અભિનેતા અમજદ ખાન અને અભિનેત્રી નીતુ સિંહની સુપરહીટ ફિલ્મ યારાના (૧૯૮૧)નું ગીત સારા ઝમાના (ગાયક : કિશોરકુમાર) પણ લોકપ્રિય થયું હતું.આ જ સારા ઝમાના ગીતને રિમિક્સ કરીને અભિનેતા રિતિક રોશન અને યામી ગૌતમની મજેદાર ફિલ્મ કાબીલમાં રજૂ કરવામાં આવ્યું છે.મજેદાર બાબત તોએ છે કે યારાનાના મૂળ અને રિમિક્સ એમ બંને ગીતની ધૂન સૂરીલા સંગીત નિર્દેશક અને રિતિક રોશનના કાકા રાજેશ રોશને કરી છે.
* હરે કૃષ્ણ હરે રામઃ મનોવિજ્ઞાન પર આધારિત ભૂલભૂલૈયા ફિલ્મનાહરે કૃષ્ણ હરે રામ ગીતનો ઉપયોગ કમાન્ડો ફિલ્મ (૨૦૧૭)માં થયો છે.ભૂલભૂલૈયા ફિલ્મનું મૂળ હરે કૃષ્ણ હરે રામનું સંગીત પ્રિતમે તૈયાર કર્યું છે અને તેને ગાયું છે નીરજ શ્રીધરેજ્યારે કમાન્ડોના રિમિક્સ ગીતની ધૂનગૌરવ -રોશીને બનાવી છે અને તેને કંઠ આપ્યો છે અરમાન મલીક, રાફ્તાર અને રિતિકાએ. જોકે કમાન્ડોના રિમિક્સ ગીતને બહુ ઓછો આવકાર મળ્યો હતો.
* તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્તઃ તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત મૂળ ગીત નિર્માતા-દિગ્દર્શક રાજીવરાયની સુપરહીટફિલ્મ મોહરા(૧૯૯૪)નું છે.આ સુપરહીટ ગીતને પડદા પર અક્ષય કુમાર અને રવીના ટંડને ગાયું છે અને તેનું સંગીત વીજુ શાહે આપ્યું છે.આ ગીતને કંઠ આપ્યો છે ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિએ.તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત મૂળ ગીતને નિર્માતા- દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનની ફિલ્મ મશીન(૨૦૧૭) રિમિક્સના નવા સ્વરૂપમાં રજૂ કરાયું છે.આ મૂળ ગીતના રિમિક્સનું સંગીત તનીષ્ક બાગચીએ આપ્યું છે અને તેને ગાયું છે ઉદિત નારાયણ અને નેહા કક્કરે.આમ છતાં આ મૂળ ગીતના રિમિક્સ સ્વરૂપને દર્શકોનો આવકાર મળ્યો નહોતો.
* ઊંચી હૈ બિલ્ડિંગ અને ચલતી હૈ ક્યા ૯ સે ૧૨ઃ અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ જુડવા-૨ સુપરસ્ટાર સલમાનખાનની મૂળ ફિલ્મ જુડવા(૧૯૯૭) પર આધારિત છે.સલ્લુમિયાંની મૂળ જુડવા ફિલ્મના તન તનાતન તનતન તારા ગીતના રિમિક્સ સ્વરૂપનો ઉપયોગ સમય જતાં વરૂણ ધવનની આ જ નામની ફિલ્મ જુડવા-૨માં થયો છે.મૂળ જુડવાના ગીતનું સંગીત અનુ મલીકે આપ્યું છે.વરૂણ ધવન કહે છે,સલમાન ખાનને ખબર પડી કે માર ફિલ્મ જુડવા-૨માં તેમની મૂળ ફિલ્મ જુડવાના ગીતનો ઉપયોગ થવાનો છે ત્યારે તે મને મળવા આવ્યા હતા.સલમાન ખાને મને ભારપૂર્વક જણાવ્યું હતું કે મારી મૂળ ફિલ્મ જુડવાના ગીતની ધૂનમાં અને ડાન્સમાં જરાય ફેરફાર ન થવો જોઇએ.છેવટે અમે તે મૂળ ગીત તન તનાતન તનતન તારાની ધૂન અને તેના ડાન્સ બંનેને તેના અસલ સ્વરૂપમાં જ રજૂ કર્યું.મારી ફિલ્મ જુડવા-૨નું શૂટિંગ થતું હતું ત્યારે મારી રાજાની ભૂમિકા માટે સલમાન ખાને એક મોટી બેગમાં જીન્સ અને બૂટ મોકલ્યા હતા.
* એક દો તીનઃ માધુરીદિક્ષિતનીસુપરહીટફિલ્મ તેઝાબ(૧૯૮૮)નું ગીત એક દો તીન ચાર તે સમયે સુપરહીટ થયું હતું.મૂળ તેઝાબ ફિલ્મના આ ગીતને દિગ્દર્શકઅહમદખાનની ફિલ્મબાગી-૨માં રિમિક્સ સ્વરૂપમાં રજૂ કરાયું છે.મૂળ ગીત એક દો તીન ચારનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું છે અને તેને ગાયું છે અલકા યાજ્ઞાીકે જ્યારે બાગી-૨ના આ જ ગીતના રિમિક્સનું સંગીત અમિત ત્રિવેદીએ તૈયાર કર્યું છે.
બાગી-૨ના દિગ્દર્શક અહમદખાન કહે છે,અમે મૂળ ગીત એક દો તીન ચારના રિમિક્સ સ્વરૂપ તૈયાર કરવા ઘણી મહેનત કરી હતી.જોકે રિમિક્સને દર્શકોનો કેવો આવકાર મળશે તે વિશે અમને ચિંતાહતી.મૂળ ગીતને લગભગ ત્રણેક દાયકા થઇ ગયા હોવાથી આજની નવી પેઢીને તે ગીત યાદ ન હોય તે શક્ય છે.આમ છતાં મૂળ ગીતના રિમિક્સ સ્વરૂપને જોઇને તેઝાબના દિગ્દર્શક એન.ચંદ્રા ખરેખર બહુ ખુશ થયા હતા અને અમને આશીર્વાદ પણ આપ્યા હતા. રિમિક્સમાં અમે મૂળ ગીતનાં સ્ટેપ્સને યથાવત રાખ્યાં છે.આનંદની બાબત એ પણ બની કે એક દો તીન ચારના રિમિક્સને પણ દર્શકોેએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.