રીબડામા બે, શાપર વેરાવળ ના એક કારખાનામાં અને વાંકાનેરમા બાઇક ચોરી કર્યાની કબુલાત , ₹3.10 લાખનો મુદ્દામાલ કબજે
Gondal,તા.19
રાજકોટ ગોંડલ ધોરી માર્ગ પર આવેલા રીબડા ખાતે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા માં આવેલા ગંગા ફોર્જિંગ અને તેની બાજુમાં આવેલા કારખાનામાં તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.20 લાખની મતાની ચોરીno તાલુકા પોલીસ મથકના સ્ટાફે વેદુકેલી તસ્કર ત્રિપુટીને ઝડપી લઇ અને વધુ બે ચોરીના ગુના નો ભેદ ઉકેલ 3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા જિલ્લા પોલીસવાળાએ આપેલી સૂચનાને પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકના પ્રોબેશનલ આઇપીએસ ડોક્ટર નવીન ચક્રવર્તી ના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કુંદનભાઈ મકવાણા દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મૂળ સુલતાનપુર ગામનો વતની અને હાલ રાજકોટ રહેતો મુન્ના લાખા વાળા સંજય સગરામ પરમાર અને ગોવિંદ રમેશ પરમાર નામના ત્રણેય શકશો gj 3 bx 62 77 નંબરની રીક્ષામાં અને એક શખ્સ જીજે 36 એકે 46 18 નંબરના બાઈકમાં શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને ભોજપરા ગામના પાટીયા પાસે અટકાવી આખરી પૂછપરછ કરતા રીબડા ખાતે આવેલી સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમા શ્રીગંગા ફોર્જિંગ નામના કારખાનામાં અને તેની બાજુમાં જ આવેલા કારખાનામાં થી રૂપિયા 1.20 લાખની માતાની ચોરી ની કબુલાત આપી હતી તેમજ આખરી પૂછપરછ કરતા તેણે 20 દિવસ પૂર્વે સાપર વેરાવળ વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિરની સામે કારખાનામાંથી 300 કિલો લોખંડની ચોરી અને વાંકાનેર સીટી પોલીસમાં બાઈક ચોરી કર્યાની કબુલાત આપતા તેની ત્રણેયની અટકાયત કરી બાઈક રીક્ષા રોકડ અને ભંગાર મળી ₹3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે