કારખાનાની બાંધકામ સાઇટ પર લોડર વડે કપચી ખસેડતી વેળાએ ધક્કો લાગી જતા દિવાલ ધરાશયી થતા માતા પુત્રના મોત નીપજ્યા
Rajkot,તા.19
સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા બનતા કારખાનાની બાંધકામ સાઇટ ઉપર કપચી ખસેડતી વખતે ટ્રેકટર લોડરનો દીવાલને ધક્કો લાગતા દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલના ટેકે પુત્રને સ્તનપાન કરાવતી માતા-પુત્રના મોત નિપજ્યાના કેસમાં કોર્ટે આરોપી કોન્ટ્રાક્ટરને શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મધ્યપ્રદેશના વતની સંજયભાઈ ગુડુભાઈ મોહનીયા તેમની પત્ની સીમાબેન અને માસુમ પુત્ર સાર્થક સાથે રાજકોટમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા અને તે દરમિયાન સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા બનતા કારખાનાની બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હતા. સંજયભાઈ મોહનીયા કોન્ટ્રાક્ટરની શાપર ખાતે ચાલતી સાઇટ ઉપર કામ માટે ગયા હતા. તે દરમિયાન સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા બનતા કારખાનાની બાંધકામ સાઇટ ઉપર સીમાબેન મોહનીયા માસુમ પુત્ર સાર્થકને દિવાલના ટેકે સ્તનપાન કરાવતી હતી. તે વખતે વિશાલભાઈ કાંતિભાઈ જાદવ ટ્રેકટર લોડર વડે કપચી ખસેડતા હતા તે વખતે દીવાલને ધક્કો લાગી જતા દિવાલ ધરાશયી થતા સીમાબેન મોહનિયા અને તેનો પુત્ર સાર્થક દિવાલ નીચે દટાઈ જતા માતા પુત્રના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જે અંગે સંજયભાઈ મોહનિયાએ ટ્રેક્ટર લોડરના ચાલક વિશાલભાઈ જાદવ અને કોન્ટ્રાક્ટર નરેશભાઈ નારાયણભાઈ ચૌહાણ વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા કોન્ટ્રાક્ટર નરેશ ચૌહાણે જેલ મુક્ત થવા પોતાના એડવોકેટ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ જે.એમ. બ્રહ્મભટ્ટે આરોપી કોન્ટ્રાક્ટર નરેશ ચૌહાણને શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં એડવોકેટ અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ ૫૨મા૨, વિજય પટેલ, જીજ્ઞેશ વિ૨ાણી, જીતેન્દ્ર કાનાબાર, ૨ાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તા૨ક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ અને મિહિર શુકલ રોકાયા હતા.