Rajkot,તા.19
રાજકોટ શહેરમાં આવેલા રૈયાધાર નજીક રહેતો અજય રાજુભાઈ સમેચા નામનો ૨૫ વર્ષથી યુવાન ગઈકાલે તેના મિત્રો અને પિતા સાથે લોધિકા તાલુકાના જશવંતપુર ગામે આવેલી ન્યારી નદીમાં નાહવા પડ્યા હતા. જ્યાં અજય સામેચાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગ ને કરતા ગઈકાલે અજયનો મૃતદેહ મળ્યો નહતો. ત્યારબાદ આજે સવારે નદીમાંથી અજયના મૃતદેહને શોધી બહાર કાઢ્યો હતો. લોધીકા પોલીસના ખોડાભાઈ સહિતના સ્ટાફે , અજયના મૃતદેહને લોધીકા હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.