શ્રી ખોડલ ક્રેડિટ સોસાયટી ચેક મુજબનું વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદ
Rajkot,તા.19
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ માં આવેલી ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી સભાસદ દરજ્જૈન લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક રિટર્ન થવાનો કેસ ચાલી જતા અદાલતે લોન ધારક ગોંડલીયા ધર્મિષ્ઠાબેનને એક વર્ષની સજા ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ધર્મિષ્ઠાબેન લલીતભાઈ ગોંડલીયા નામની મહિલાએ શ્રી ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી સભાસદ દરજ્જે લીધેલી રૂપિયા 4 લાખની લોન હતી. હપ્તા ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ ફરિયાદી મંડળી દ્વારા લોનધારક ધર્મિષ્ઠાબેન ગોંડલીયાને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી મંડળીના એડવોકેટ રિતેશ કોટેચા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. આરોપીને કાયદા મુજબની મહત્તમ સજા અને ફરિયાદી ને વળતર અપાવું જોઈએ જે તમામ હકીકત અને સંજોગો ધ્યાને લઇ અદાલતે ધર્મિષ્ઠાબેન ગોંડલીયાને 1 વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કરેલ છે. જો વળતર એક માસમાં ચૂકવેલ તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.