બનાવની વિગત આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે,પંચમહાલ જીલ્લાના શિંગપુર ખાતે રહેતો યુવાન મેહુલભાઈ બુધાભાઇ તડવી (ઉ.વ.૨૦) બોટાદ તાલુકાના લાખીયાણી ગામમાં ભાગવી વાડી રાખી મજૂરી કામ કરતો હતો.થોડા દિવસ પહેલા મેહુલભાઈ પોતાના વતનમાં જતો રહ્યો હતો. બાદમાં, પરત લાખીયાણી ગામે મિત્રોને મળવા માટે આવ્યો હતો. દરમિયાનમાં મેહુલભાઈને રાકેશ પ્રવીણભાઈ ભીલ નામના શખ્સ સાથે અગાઉ મનદુખ થયું હતું. જેની દાઝ રાખી ગત મોડી રાત્રીના સમયે મોકો જોઈ હુમલાખોર રાકેશે લખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી મેહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને તેની હત્યા નિપજાવી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યારાએ યુવાનના મોંઢા અને માથાના ભાગને પથ્થર વડે છૂંદી નાંખી હત્યામાં ક્રૂરતાની હદ વટાવી દિધી હતી. જો કે, બનાવની જાણ થતાં જ બોટાદ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અને મૃતકના બેન દીપિકાબેનની ફરિયાદના આધારે બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવીણભાઈ ભીલ વિરૂદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરાર હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બનાવને લઈ નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી.
Trending
- 07 ઓગસ્ટ નું રાશિફળ
- 07 ઓગસ્ટ નું પંચાંગ
- Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા
- Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન
- Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ
- Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા