Morbi,તા.19
છરીનો ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
શહેરના ભવાની ચોક વિસ્તારમાં વેપારના બાકી નીકળતા પૈસા લેવા આધેડ કારખાને ગયા ત્યારે પિતા અને પુત્રએ મારામારી કરી છરીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ગ્રીન ચોક કંસારા શેરીમાં રહેતા દીપેન અનંતરાય કરથીયાએ ભવાની ચોકમાં રહેતા આરોપીઓ દિલીપ કાળુભાઈ ચનીયારા અને કાળુભાઈ ચનીયારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપી કાળુભાઈ ચનીયારા પાસેથી વેપારના પૈસા લેવાના બાકી હોવાથી લખધીરવાસ ભવાની ચોક પાસે વિશ્વકર્મા કારખાના પાસે ગયા હતા જ્યાં આરોપી દિલીપભાઈ હાજર હતા જેને કાળુભાઈ વિશે પૂછતાં તેઓ હાજર ના હતા જેથી પૈસા માટે કેટલા ધક્કા ખાવા તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યો ત્યારે કાળુભાઈ આવી જતા ગાળો આપી ઢીકા પાટું માર મારવા લાગ્યા અને દિલીપભાઈએ માથાના ભાગે છરીનો ઘા મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે