Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારની વેલ્યુબાઇંગ અપેક્ષિત તેજી …!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારની વેલ્યુબાઇંગ અપેક્ષિત તેજી …!!!

    Vikram RavalBy Vikram RavalApril 19, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ટેરિફ વોર વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે વોલેટિલિટી સાથે આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળવાની શક્યતા વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આકરાં ટેરિફ દરોથી ત્રસ્ત કરી મૂક્યા બાદ અંતે ટેરિફમાં રાહતના સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે માર્ચ મહિનામાં ભારતનો ફુગાવો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ આવતાં અને આઈએમડી દ્વારા ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના અંદાજો બતાવતાં ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી.

    યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી હોવાથી ભારત વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બનવા સાથે વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવતી હોવાથી રોકાણકારો માટે ભારતીય શેરબજાર સલામત રોકાણ સ્થળ તરીકે ઉભરી આવતા ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    યુએસ ૨ એપ્રિલે જાહેર કરાયેલ પારસ્‌પરિક ટેરિફ લાદશે તો આગામી બે વર્ષમાં ભારત, ચીન અને જાપાન જેવી મુખ્ય એશિયા-પેસિફિક અર્થવ્યવસ્થાને ફટકો પડી શકે છે તેમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગાહી કરી છે. ટેરિફ અને તેના અમલીકરણની યુએસની ધમકી વૈશ્વિક વેપાર અને વિશ્વાસને સીધી એસર કરશે. યુ.એસ. અને ચીન પર પ્રદેશની નિકાસ નિર્ભરતાને કારણે ઉત્પાદકો અને નાની અર્થવ્યવસ્થાઓ ખાસ કરીને પ્રભાવિત થશે. ભારત માટે, એસએન્ડપીએ માર્ચમાં ૨૦૨૫ અને ૨૦૨૬ માટે અનુક્રમે ૬.૫% અને ૬.૮% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. પરંતુ જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્‌પ દ્વારા જાહેર કરાયેલ પારસ્‌પરિક ટેરિફ અમલમાં આવે, તો એસએન્ડપી અનુમાન કરે છે કે આ વૃદ્ધિ દરો ઘટીને અનુક્રમે ૬.૩% અને ૬.૫% થઈ જશે. ટ્રમ્પે ૯ એપ્રિલના રોજ ચીન સિવાયના દેશો પર ટેરિફ લાદવાનું ત્રણ મહિના માટે મુલતવી રાખ્યું હતું. જો કે, યુએસમાં નિકાસ પર ૧૦% વધારાની ડયુટી, જે ૨ એપ્રિલે જાહેર કરવામાં આવી હતી, તે હજુ પણ ચાલુ છે.

    જો ૨ એપ્રિલે જાહેર કરાયેલા ટેરિફનો સંપૂર્ણ અમલ થાય છે, તો ચીન, જાપાન અને ભારત જેવા મુખ્ય એશિયા-પેસિફિક અર્થતંત્રોમાં આગામી બે વર્ષમાં ૦.૨ – ૦.૪%નો વૃદ્ધિદર ઘટશે. વિયેતનામ, થાઈલેન્ડ અને તાઈવાનને સૌથી મોટો સીધો ફટકો પડશે. નવા રોકાણો અટકી રહ્યા છે અને સ્થાનિક સેન્ટિમેન્ટ બગડી રહ્યા હોવાથી બિઝનેસનો વિશ્વાસ વધુ ઘટશે. વધુમાં, ઇક્વિટી અને ડેટ માર્કેટમાં પણ વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. જો ૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલ ટેરિફ ચીન સિવાયના દેશો પર ફરીથી લાદવામાં આવશે, તો ભૌગોલિક રાજકીય અને આર્થિક પ્રભાવો ગંભીર થશે. જો ચીન-યુએસ સંબંધો વધુ બગડશે, તો તે વિશ્વાસને વધુ નબળો પાડશે અને વૈશ્વિક વેપાર પ્રવાહને ગંભીર રીતે અસર કરશે. આ ઘટનાઓ તીવ્ર વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે તેથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી તેમજ ૧૬ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૩૧૨૩.૮૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી તેમજ ૧૬ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૪૬૩૯.૫૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો હવે ભારતીય બજારને સલામત સ્થળ તરીકે જોઈ રહ્યા છે. ગત સપ્તાહના ઉછાળા સાથે, ભારત વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બન્યું જેણે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી છે. જો કે અન્ય એશિયન શેરબજારોના મુખ્ય સૂચકાંક હજુ પણ ૩%થી વધુ નીચે છે. ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

    છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૧૭ બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ ઓઈલના ભાવ નીચા રહેશે, તો અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ જોવા મળી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (૨૭૬૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૭૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૭૮૮ થી રૂા.૨૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)સન ફાર્મા (૧૭૫૨) : આ સ્ટોક રૂા.૧૭૨૩ નો પ્રથમ અને રૂા.૧૭૦૭ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૭૭૭ થી રૂા.૧૭૯૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩)ટાટા કન્ઝયુમર (૧૨૨૧) : ૪૫૬ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૦૮૮ પ્રથમ તેમજ રૂા.૧૦૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  ટી એન્ડ કોફી સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૧૩૭ થી રૂા.૧૧૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

    (૪) HDFCબેન્ક (૧૯૦૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૯૩૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૮૮૪ થી રૂા.૧૮૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૫૫ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)ઇન્ફોસિસ લિમિટેડ (૧૪૨૬) : રૂા.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૩૯૭ થી રૂા.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૪૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૭૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૩૦૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૩૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૨૫૫ થી રૂા.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૩૩૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) ઓઈલ ઈન્ડિયા (૩૭૦) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૯૩ થી રૂ.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) રેલ વિકાસ નિગમ (૩૫૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૨૯૫) :  રૂ.૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૨૭૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) રેલટેલ કોર્પોરેશન (૨૯૭) : અધર ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૪ થી રૂ.૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) પેટ્રોનેટ એલએનજી (૨૯૪) : રૂ.૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૨૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી કઙૠ/ઈગૠ/ઙગૠ/કગૠ સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) જીઈ પાવર ઈન્ડિયા (૨૫૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૩૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૭૪ થી રૂ.૨૮૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) રાઈટ્‌સ લિ. (૨૨૬) :  આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૧૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) નોસિલ લિ. (૧૮૦) :  ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયલટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪ આસપાસ રોકાણકારે રૂ.૧૯૩ થી રૂ.૨૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૫૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    ૧) SBFC ફાઈનાન્સ (૯૦) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨) NHPCલિ. (૮૦) ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને ૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૫૮)ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઈડર સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૬૭ થી રૂ.૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) IDFC ફર્સ્ટ બેન્ક (૫૭) :  રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૪ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

    ટ્રેડવોરને પરિણામે આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં કપાતમાં આક્રમકતા જોવા મળવાની ધારણા…!!

    ટ્રેડવોરને પરિણામે આર્થિક વિકાસ દરમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળવાની શકયતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વ્યાજ દરમાં કપાતમાં આક્રમકતા જોવા મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ફુગાવામાં નરમાઈ પણ રિઝર્વ બેન્ક માટે વ્યાજ દરમાં ઘટાડો કરવા સ્થિતિ સાનુકૂળ બનાવશે એમ બેન્કરો માની રહ્યા છે. ટેરિફ વોરને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૭૦% પરથી ઘટાડી ૬.૫૦% અને ફુગાવાની ધારણાં ૪.૨૦% પરથી ઘટાડી ૪% મૂકી છે.

    આ ઉપરાંત પોલિસી સ્ટાન્સ ન્યુટ્રલ પરથી ઘટાડી એકોમોડેટિવ કર્યું છે, જે વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત આપે છે. ચીન તથા અમેરિકા વચ્ચે વધી રહેલી ટ્રેડ વોરઉપરાંત ભારત પર જાહેર કરાયેલા ઊંચા ટેરિફ દરને કારણે દેશમાં શહેરી ઉપભોગ માગ મંદ પડી શકે છે અને ઈન્વેસ્ટમેન્ટ પણ નબળું પડવાની શકયતા રહેલી છે. આવી સ્થિતિમાં દેશના આર્થિક વિકાસ દર સામે જોખમ તોળાઈ રહ્યું હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. ક્રુડ તેલના ભાવ ઘટી રહ્યા છે અને ફુગાવો પણ ૪%ના ટાર્ગેટ સ્તરે આવી ગયો છે ત્યારે વ્યાજ દર ઘટીને ૫% પર આવી જવાની નોમુરા દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.

    IEAદ્વારા વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ ઓઈલની માંગ મંદ પડવાની ધારણા…!!

    વર્ષ૨૦૨૫ માટે ક્રુડ ઓઈલની વૈશ્વિક માગમાં વૃદ્ધિમંદ પડીને દિવસ દીઠ ૭,૩૦,૦૦૦ બેરલ્સરહેવા ઈન્ટરનેશનલ એનર્જીએજન્સી (આઈઈએ)એ ધારણાં મૂકી છે. અગાઉની ધારણામાં એજન્સીએદિવસ દીઠ ૩,૦૦,૦૦૦ બેરલ્સનો કાપ મૂકયો છે. વર્ષ૨૦૨૪માં ક્રુડ ઓઈલની દિવસ દીઠ વૃદ્ધિનો સરેરાશ આંક ૯.૪૦ લાખ બેરલ્સ રહ્યો હતો. ટેરિફવોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી આ ઘટાડો આવી પડયો છે. ૨૦૨૬માં તો માગ વૃદ્ધિ વધુ મંદ પડીને પ્રતિ દિન ૬,૯૦,૦૦૦ બેરલ્સ રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. વર્ષ૨૦૨૪માં ક્રુડ ઓઈલની વૈશ્વિક માંગ વધી દિવસ દીઠ ૯,૪૦,૦૦૦ રહી હતી. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ તેલનો જોરદાર વપરાશ જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ ઓઈલના દૈનિક વપરાશમાં વાર્ષિક ધોરણે સરેરાશ૧૨ લાખ બેરલ્સનો વધારો થયો હતો.આ અગાઉ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) દ્વારા પણ વર્તમાન તથા આગામી વર્ષ માટે ક્રુડ ઓઈલની દૈનિક માગ વૃદ્ધિમાં ૧,૦૦,૦૦૦ બેરલ્સનો ઘટાડોકરીને ૧૩ લાખ બેરલ્સ રહેવા ધારણાં મુકાઈ હતી.

    ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ ટેરિફને લગતા અન્ય પગલાંઓને કારણે ફુગાવો વધવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદ વધવાથી ક્રુડ તેલના ભાવ પર દબાણ આવવાના જોખમો રહેલા છે. વિવિધ દેશો હાલમાં અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યા છે ત્યારે સ્થિતિ હાલમાં પ્રવાહી છે અને નોંધપાત્ર જોખમો રહેલા છે એમઆઈઈએના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

    માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ઘટીને ૧૧ માસની નીચી સપાટીએ…!!

    વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની સાથે સેન્ટીમેન્ટ ડહોળાઈ જતાં અને સ્થાનિક શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે સતત નવા રોકાણમાં સાવચેતીના પરિણામે ઘણા રોકાણકારો રોકાણ પાછું ખેંચવા લાગતાં સેકન્ડરી માર્કેટની જેમ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ તેજીના વળતાં પાણી થવા લાગી સંકટના વાદળો ઘેરાતાં જોવાઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ઘટીને રૂ.૨૫,૦૮૨ કરોડની ૧૧ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્‌સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડામાં  જાહેર કરાયું છે.માર્ચ ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ફેબ્રુઆરીની તુલનાએ ૧૪% ઘટીને રૂ.૨૫,૦૮૨.૦૧ કરોડ નોંધાયો છે.

    માર્ચમાં બીએસઈ સેન્સેક્સ ૫.૭૭% અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૬.૩૦% વધ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫માં ૨૬% ઘટીને રૂ.૨૯,૩૦૩.૩૪ કરોડ નોંધાયો હતો. આ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી પણ રોકાણ પ્રવાહ માસિક ધોરણે નજીવો ઘટીને માર્ચમાં રૂ.૨૫,૯૨૬ કરોડની ચાર મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે. ફોલિયોની સંખ્યામાં માર્ચ મહિનાના અંતે ૩૧.૮૫%વૃદ્ધિ નોંધાઈ છે. એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ ૨૦૨૪ના રૂ.૫૩.૪૦ લાખ કરોડની તુલનાએ ૨૩.૧૧% વધીને માર્ચ ૨૦૨૫ના અંતે રૂ.૬૫.૭૪ લાખ કરોડ નોંધાયું છે.

    ઈક્વિટી ફંડ કેટેગરીમાં માર્ચમાં સેક્ટરલ/થીમેટિક ફંડોમાં નેટ રોકાણમાં ઘટાડો થયો છે. જે ફેબ્રુઆરીના રૂ.૫૭૧૧.૫૮ કરોડની તુલનાએ ૯૭% ઘટીને માર્ચમાં રૂ.૧૭૦.૦૯ કરોડ નોંધાયું છે. આ સિવાય સ્મોલ કેપ અને મિડ કેપ ફંડોમાં એકંદર વૃદ્ધિ રહી છે. સ્મોલ કેપ ફંડોમાં ચોખ્ખું રોકાણ ૧૦% વધીને રૂ. ૪૦૯૨.૧૨ કરોડ અને મિડ કેપ ફંડોમાં ૦.૯૨% વધીને રૂ.૩૪૩૮.૮૭ કરોડ થયું છે. જો કે લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૩.૫% ઘટીને રૂ.૨૪૭૯.૩૧ કરોડ નોંધાયો છે. ડેટ ફંડ કેટેગરીમાં ફિક્સ્ડ ઈન્કમ ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ફેબ્રુઆરીના રૂ.૬૫૨૫.૫૬ કરોડની ચોખ્ખી જાવકની તુલનાએ માર્ચમાં રૂ.૨.૦૩ લાખ કરોડ ચોખ્ખી જાવક નોંધાઈ છે.

    આરબીઆઈ સરકારને અંદાજીત રૂ.૨.૫૦ લાખ કરોડનું જંગી ડિવિડન્ડ ચૂકવશે…!!

    સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સરકારને રૂ.૨.૫૦ લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે.નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં રિઝર્વ બેન્કે સરકારને રૂ.૨.૧૦ લાખ કરોડ ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા.ગયા નાણાં વર્ષ પેટે રૂ.૨.૫૦ લાખ કરોડની ડિવિડન્ડ આવકને જોતા સરકારે વર્તમાન નાણાં વર્ષમાં બજારમાંથી ઉછીના નાણાં લેવાની માત્રામાં ઘટાડો જોવા મળશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની બેલેન્સ શીટ મજબૂત બની હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.વર્તમાન નાણાં વર્ષના બજેટમાંસરકારે રિઝર્વ બેન્ક પાસેથી રૂ.૨.૨૦ લાખ કરોડ પ્રાપ્ત થવાની ધારણાં મૂકી છે.  દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી વધારાની આવક રાહતરૂપ બની રહેશે.રૂપિયામાં સ્થિરતા જાળવવા ડોલરના વેચાણ તથા લિક્વિડિટી પૂરી પાડવા બેન્કોને અપાયેલા ભંડોળ પેટે વ્યાજની આવકમાં વધારો થતાં રિઝર્વ બેન્ક પાસે નાણાંનો પ્રવાહ વધ્યો હોવાનું માનવામાં આવે છે. ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. ગયા વર્ષે રૂપિયા બે લાખ કરોડથી વધુની ચૂકવણીથી અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. ડિવિડન્ડ મારફતની ઊંચી આવકને કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળે છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.

    રિઝર્વ બેન્કનું નાણાંકીય વર્ષ જે અગાઉ જુલાઈથી જૂન રહેતું હતું તે છેલ્લા કેટલાક વર્ષથી બદલાવીને એપ્રિલથી માર્ચ કરી નંખાયુ છે. વધારાની રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે,એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. જાલન સમિતિની ભલામણપ્રમાણે આકસ્મિક સમયની આવશ્યકતાને પહોંચી વળવા રિઝર્વ બેન્કે તેની બેલેન્સશીટસના ૫.૫૦થી ૬.૫૦ ટકા રકમ જાળવી રાખવાની રહે છે. સિક્યુરિટીઝના ઘસારા અથવા વિનિમય દરની નીતિને લગતા જોખમો વગેરેને કારણે ઊભી થતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ રકમ જાળવી રાખવાની રહે છે.

     

    BSE-Market-Cap Global markets Indian Stock Market value buying
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.