Rajkot,તા.21
કોઠારીયા રોડ પરના શિવ પાર્કમાં આવેલા એક મકાનનો બેન્કનો સ્ટાફ કોર્ટના આદેશથી કબજો લેવા ગયો હતો. તે વખતે મકાન ધારકે કેરોસીન છાંટી લેતા તેને સિવિલમાં ખસેડાયો હતો. જયા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આજી ડેમ પોલીસે મકાન ધારક અને તેના પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને રાજકોટની સેશન્સ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.૩૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા શિવ પાર્ક મેઇન રોડ પર આવેલા એક મકાનનો કબજો લેવાનો અને તેને પીએન્ડબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડને સોંપી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.